સૌરાષ્ટ - કચ્છ

વૈદિક હોળી ને આચરણ ધર્મ બનાવીએ ગૌનિષ્ઠા સંસ્કૃતિનિષ્ઠા રાષ્ટ્રનિષ્ઠા મનસુખભાઇ સુવાગિયા

જળક્રાંતિ ટ્રસ્ટ ના મનસુખભાઈ સુવાગિયા આચરણધર્મ કર્મસંગાથી મિત્રો. આચરણ વગરનો કોઈ ધર્મ – ધર્મ નથી, જ્ઞાન – જ્ઞાન નથી, અને પ્રેમ – પ્રેમ નથી. આપણે સૌએ આ વર્ષે વૈદિક હોળીનો અમલ આપણા ગામમાં, એ ન થઈ શકે તો આપણા પાડોશમાં કે આપણા આંગણે કરવાનો જ છે. બે પાંચ કિલો છાણા અને ૫૦ થી ૧૦૦ ગ્રામ ગાયનું ઘી, જવ, તલ, પીળા સરસવ, લીમડાના સૂકા પાન, તુલસી,આકડો, અઘેડો અને ભોરિંગણીના સુકા છોડથી નાની-નાની હોળી પ્રગટાવીએ. વૈદિક હોળીથી આરોગ્ય પ્રાપ્તિ, ગોરક્ષા અને સંસ્કૃતિનું ઉત્થાન કરીએ. તમારા પ્રયાસથી તમારા વિસ્તારમાં ૧૦થી ૧૦૦ વૈદિક હોળી યજ્ઞ ઉજવાશે એ અમારી અપેક્ષા અને શ્રદ્ધા છે. એ જ આપની અમારા પ્રત્યેની લાગણી અને નિષ્ઠા છે, ગોનિષ્ઠા, સંસ્કૃતિ નિષ્ઠા અને રાષ્ટ્રનિષ્ઠા છે.૧૦૦૦૦ વૈદિક હોળીયજ્ઞ ઉજવીને સંસ્કૃતિ ઉત્થાનનો પ્રારંભ કરીએ.તેમ મનસુખભાઈ સુવાગીયા.એ જણાવ્યું  હતું

Related Posts