fbpx
રાષ્ટ્રીય

વૈશ્વિક બજારને પગલે ઘરઆંગણે સોનામાં મજબૂતાઈ : ભાવ ફરી 52 હજારે પહોંચ્યા : ચાંદીમાં સતત સ્થિરતા

વૈશ્વિક બજારના સુધારાની પાછળ ઘરઆંગણે પણ સોનાના ભાવમાં મક્કમ વલણ જોવા મળતા ભાવ વધીને 52,000 રૂપિયાની સપાટીને સ્પર્શ્યા ગયા છે. આજે સપ્તાહના છેલ્લા દિવસ શનિવારે અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો ભાવ 100 રૂપિયા વધ્યો હતો અને 10 ગ્રામ દીઠ ભાવ 52,000 રૂપિયાની સપાટીને સ્પર્શી ગયા હતા. જે 7 ઓગસ્ટ પછીનો સૌથી ઉંચો ભાવ છે.

જો ચાંદી 67,000 રૂપિયા પ્રતિ કિગ્રાના સ્તરે સતત બીજા દિવસે સ્થિર રહી હતી. અલબત્ત ચાલુ સપ્તાહ દરમિયાન સોનાનો ભાવ પ્રતિ 10ગ્રામ દીઠ માત્ર 200 રૂપિયા જ વધ્યો છે જ્યારે ચાંદી ઉપરમાં 67,500 રૂપિયા થયા બાદ ફરી 67,000 રૂપિયાની સપાટીએ સ્થિર રહી છે. વૈશ્વિક બજારમાં સોનું 1900 ડોલર પ્રતિ ટ્રોય ઔસ થયુ છે જેની સીધી અસરે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવ વધી રહ્યા છે. ઉપરાંત ભારત સરકારે પણ ઘરઆંગણે સોના-ચાંદીની ટેરિફ વેલ્યૂમાં વધારો કરતા ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં સોનું 1899 ડોલર અને ચંદી 26.47 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.

Follow Me:

Related Posts