વૈશ્વિક મંદીના ઓછાયા સામે ભારતીય અર્થવ્યવસ્થા મજબુત બની
છેલ્લા કેટલાક વર્ષો વૈશ્વિક અર્થતંત્ર માટે સારા રહ્યા નથી. દાયકાઓથી આ ચલણને હરાવી રહેલા ચીનની ગતિ ધીમી થવાના સંકેત દેખાઈ રહ્યા છે. ઘણી એજન્સીઓ ભારતીય અર્થવ્યવસ્થાથી સતત આશા વ્યક્ત કરી રહી છે. લગભગ રૂ. ૪.૩૦ લાખ કરોડના જીડીપી સાથે જર્મની યુરોપની સૌથી મોટી અને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. માર્ચ ક્વાર્ટર દરમિયાન જર્મનીના જીડીપીમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. અગાઉ, ડિસેમ્બર ૨૦૨૨ ના ક્વાર્ટરમાં, જર્મનીના જીડીપીના કદમાં ૦.૫૦ ટકાનો ઘટાડો થયો હતો. એપ્રિલ મહિનામાં અમેરિકામાં છૂટક ફુગાવો ૪.૯ ટકા રહ્યો છે. તેના કારણે જૂન મહિનામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ફરી એકવાર ૦.૨૫ ટકાનો વધારો થવાનું જાેખમ વધી ગયું છે. જાે આમ થશે તો યુએસમાં વ્યાજ દર ૫ ટકાના ઉચ્ચ સ્તરે પહોંચી જશે, જે માત્ર બે વર્ષ પહેલા શૂન્ય ટકાની નજીક હતો. વ્યાજદરમાં વધારાની ઘાતક અસર અમેરિકન અર્થવ્યવસ્થા પર જાેવા મળશે, જે પહેલેથી જ મંદીના આરે છે. મે મહિના દરમિયાન ચીનમાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઘટીને ૪૮.૮ના પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આનો અર્થ એ થયો કે મે દરમિયાન ચીનમાં ફેક્ટરી પ્રવૃત્તિ પાંચ મહિનામાં સૌથી ઓછી હતી. સર્વિસ સેક્ટરમાં મંદી જાેવા મળી હતી. જે સારો સંકેત નથી. બુધવાર, ૩૧ મેના રોજ અર્થવ્યવસ્થા સાથે જાેડાયેલા ઘણા મોટા આંકડા જાહેર કરાયા. જેમાં માર્ચ ક્વાર્ટર દરમિયાન ૬.૧ ટકાના દરે વૃદ્ધિ પામી. તે જ સમયે, સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન, ભારતનો આર્થિક વિકાસ દર ૭ ટકાને વટાવીને ૭.૨ ટકા રહ્યો. જે મોટા વૈશ્વિક અર્થતંત્રની સરખામણીમાં આ સૌથી અદભૂત આર્થિક વૃદ્ધિ દર છે. સત્તાવાર આંકડાઓ જાહેર કરતાં દ્ગર્જીં એ એપ્રિલ-જૂન ૨૦૨૩ દરમિયાન વૃદ્ધિ દર ૧૩.૧ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ પછી ગુરુવારે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઁસ્ૈં ડેટા સામે આવ્યો. જીશ્ઁ ગ્લોબલ અનુસાર, મે મહિના દરમિયાન ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઁસ્ૈં વધીને ૫૮.૭ થયો હતો. ઓક્ટોબર ૨૦૨૦ પછીનો આ શ્રેષ્ઠ આંકડો છે. આનો અર્થ એ થયો કે મે મહિના દરમિયાન ભારતના કારખાનાઓએ છેલ્લા અઢી વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
Recent Comments