fbpx
અમરેલી

વોટર હેલ્પલાઈન એપ દ્વારા મતદાર કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક કરી શકાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર ઓળખ કાર્ડ સાથે આધારકાર્ડ ઓનલાઈન લીંક કરવા માટે વોટરહેલ્પલાઇન એપ (Voter Helpline App) પર સુધિધા શરૂ કરવામાં આવી છે.   આવી છે. જેના અનુસંધાનમાં ચૂંટણી પંચની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી આધાર EPIC સાથે લીંક કરી શકાય છે. કર્મચારી/અધિકારી/BLOશ્રી પોતાનું તથા પોતાના કુટુંબના સભ્યોનું આધારકાર્ડ તેમના મોબાઈલમાં જ વોટર હેલ્પલાઈન એપથી નીચે દર્શાવેલ સરળ સ્ટેપ્સ અનુસરી EPIC સાથે લીંક કરી શકશે. મતદારકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવા આ સરળ સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

        પ્લે સ્ટોર પરથી Voter Helpline App ડાઉનલોડ કરવી, ત્યારબાદ Voter registration forms પર ક્લિક કરો અને આધાર જોડવા માટે 6B form પર ક્લિક કરો. હવે Let’s start બટન પ્રેસ કરો, OTP મેળવવા માટે મોબાઈલ નંબર એન્ટર કરો, epic number એન્ટર કરી અને રાજ્યનું નામ દાખલ કરો, હવે Fetch Details એન્ટર કરો, જો માહિતી સાચી હો તો Proceed બટન પર ક્લિક કરો, હવે આધાર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસની માહિતી ભરી અને Proceed બટન પ્રેસ કરો.  આટલું કરવાના અંતે પ્રક્રિયા પૂર્ણ થશે અને રેફરન્સ આઈડીનો મેસેજ મળી શકશે.

Follow Me:

Related Posts