વોટ્સએપ પર લગ્નનું ઇન્વિટેશન મળે તો ફાઇલ ડાઉનલોડ કરતાં પહેલાં બે વાર વિચારજાે
હિમાચલ પ્રદેશ સાઇબર પોલીસે લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે કોઈ પણ અજાણ્યા નંબર પરથી મોબાઇલ ફોન પર વૉટ્સઍપ દ્વારા લગ્નનું ઇન્વિટેશન મળે તો એ ફાઇલને ડાઉનલોડ કરશો નહીં, ખાસ કરીને જેમાં છઁદ્ભ ફાઇલ અટૅચમેન્ટ તરીકે હોય એને કદી ડાઉનલોડ કરતા નહીં આજકાલ લોકો આ રીતે લગ્નનું ઇન્વિટેશન મોકલે છે એથી સાઇબર ક્રિમિનલોએ પણ લોકોને ઠગવા માટે એનો ઉપયોગ શરૂ કરી દીધો છે.
એક નવા પ્રકારનું સ્કેમ થઈ રહ્યું છે જેમાં વેડિંગ ઇન્વિટેશનના નામે એવી ફાઇલ મોકલવામાં આવે છે જેને ડાઉનલોડ કરતાં તમારા ફોન પર સાઇબર-અટેક થઈ શકે છે અને તમારા ફોનમાંથી મહત્ત્વનો ડેટા ચોરાઈ શકે છે. આ સંદર્ભે સાઇબર પોલીસે જણાવ્યું કે વેડિંગ ઇન્વિટેશનની ફાઇલ ખોલતાં એની સાથે એવું માલવેર હોય છે જે ફોનનો ઍક્સેસ દૂર બેસેલા સાઇબર ક્રિમિનલને આપી દે છે. એ ક્રિમિનલ દૂર બેસીને ફોનમાંથી પર્સનલ માહિતી ચોરી લે છે, ફોનધારકની જાણ બહાર બીજા લોકોને મેસેજ મોકલીને નાણાં માગી શકે છે, ય્ઁટ્ઠઅ અકાઉન્ટનો ઉપયોગ કરીને તમારું બૅન્ક-અકાઉન્ટ ખાલી પણ કરી શકે છે અને ફોનની પર્સનલ માહિતી મેળવીને બ્લૅકમેઇલ પણ કરી શકે છે. પોલીસે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ‘તમે જાણતા હો એવી વ્યક્તિએ મોકલેલા વેડિંગ-ઇન્વિટેશનને જ ડાઉનલોડ કરજાે. જાે તમને લાગે કે તમારો ફોન હૅક થયો છે તો ૧૯૩૦ નંબર પર સાઇબર કમ્પ્લેઇન્ટ નોંધાવી શકો છો અથવા રંંॅજઃ//ષ્ઠઅહ્વીષ્ઠિિૈદ્બી.ર્ખ્તદૃ.ૈહ સાઇટ પર ફરિયાદ કરી શકો છો.’
Recent Comments