fbpx
ભાવનગર

વોલીબોલ જોયો નહતો એ આંતરરાષ્ટ્રીય ખેલાડી બની…..ટીમ માટે રજત ચંદ્રક મેળવ્યો

પુર્ણા શુક્લા …. મૂળ ભાવનગર ની રહેવાસી જેણે ક્યારેય વોલીબોલ જોયો નહતો અને તે માટે સમય પણ નહતો  ઘરની પરિસ્થિતિ પણ સારી ન હતી ઘર જીવન એક શ્રમિક જીવન હતું અને આવક પણ માતા ના શ્રમ આધારિત હતી બહેન ભાઇ હજુ તો અભ્યાસ કરતા હતા.

        પુર્ણા આમતો એક ખેલાડી ને  શોભે તેવી પર્સનાલિટી ધરાવતી હતી ભાવનગર માં ધો. આઠ માં અભ્યાસ કરતી હતી ત્યારે કેટલાક રમત ગમત ક્ષેત્રે ના કોચ ની તેની ૧૭૦ સે.મી. હાઈટ અને ખેલાડી ને શોભે એવા દેખાવ ઉપર નજર હતી જ….

        આ કોચ સર્વ શ્રી ચિન્મય શુક્લા ,ત્રિવેણી સરવૈયા, મહમદ કુરેશી તેઓએ તેની ઉંચાઈ ને ધ્યાને રાખીને ગુજરાત ને એક સારો ખેલાડી આપવા મક્કમ નિર્ધાર કરી  પુર્ણા શુક્લા ને પ્રોત્સાહન અને પ્રેરણા તેમજ જરૂરી મદદ પણ કરી ને પણ વોલીબોલ ખેલાડી બનાવવા સફળ પ્રયાસ શરૂ કર્યા અને સફળતા પણ મેળવી.

        પણ પુર્ણા નો ભાગ્યોદય ત્યારે શરૂ થયો જ્યારે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ના  સંચાલક શ્રી તરીકે શ્રી સંદીપ પ્રધાન  ની નિમણુક થઈ તેઓ IAS હતા અને રમત ગમત ક્ષેત્રે ગુજરાત નું નામ થાય તેવા રમત ગમત પ્રેમી અને ગુજરાત નું નામ રોશન થાય તેવી ભાવના  અને મક્કમતા થી એસ. એ.જી ના ચેર પરસન તરીકે હવાલો સંભાળી લીધો સાથે રાજ્ય ભરમાં થી રમત ગમત ક્ષેત્રે ના શ્રેષ્ઠ કોચ ને બોલાવી મનોમંથન કર્યું

        એમાં સૂરત ના વોલીબોલ  કોચ શ્રી અહેમદ શેખ દ્વારા કરાયેલું એક સૂચન ગુજરાત માં વોલીબોલ એકેડેમી શરૂ થાય, અને એનો સર્વસંમતિ થી સ્વીકાર થયો આખરે નડિયાદ શહેર માં વોલીબોલ એકેડેમી શરૂ થઈ….

        રાજ્ય ભર માંથી ૧૭૦ સેમી. ની ઉંચાઈ ધરાવતી ૨૫ જેટલી દિકરીઓ ને કોચ દ્વારા પસંદ કરવામાં આવી

અને રહેવા , ભોજન સહીત ની  સંપૂર્ણ સુવિધા યુક્ત એવી નડિયાદ વોલીબોલ  એકેડેમી માં દાખલ કરવામાં આવી અને વિવિધ કોચ દ્વારા તાલીમ આપવામાં આવી મહારાષ્ટ્ર થી પણ એક્સપર્ટ કોચ લાવવા માં આવ્યા દિકરીઓ ની વિશિષ્ઠ તાલીમ શરૂ થઈ  જેમાં પુર્ણા શુક્લા નો પણ સમાવેશ થતો હતો.

        બીજી તરફ એસ. એ.જી ના ચેર મેન શ્રી સંદિપ પ્રધાન દ્વારા એ .એસ. એ જી. માટે સરકાર માં થી બજેટ માં ખાસ્સો મોટો વધારો મંજૂર કરાવી  લાવ્યા….. અને પછીતો એસ. એ. જી. દ્વારા રમતગમત  પ્રવૃતિ ઓ નો વિસ્તાર અને વ્યાપ  વધ્યો અને રાજ્ય ભર મા રમત ગમત પ્રવૃત્તિ ઓ ધમ ધમી ઉઠી અને નડિયાદ એકેડેમી પણ પરિણામ લ્લક્ષી બની .બે વર્ષીય તાલીમ બાદ  પુર્ણા ની ઇન્ડિયા ની વોલીબોલ ટીમ માં પસંદગી થઈ  જે પુર્ણા ના જીવન નો મોટો પડાવ બની રહ્યો અને ઇન્ટર નેશનલ ખેલાડી બની બેંગકોક  ખાતે ટીમ ગઇ અને સારો દેખાવ કર્યો ,

        થાઇલેન્ડ માં પુર્ણા ની ટીમ  ને રજત ચંદ્રક પણ મેળવ્યો હતો ત્યારબાદ પુર્ણા શુક્લા ખેલો ઇન્ડિયા માં પણ પસંદગી પામી અને ગુજરાત સરકાર ની યોજના નો લાભ મળ્યો….. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રૂ . દસ હજાર નું માસિક પ્રોત્સાહન પણ મળ્યું એક સાથે દસ હજાર રૂપિયા મળે એ પણ પુર્ણા ના જીવન માં આનંદ અને ઉત્સાહ ભર્યું બન્યું હતું ગુજરાત સરકાર ની યોજનાઓ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સંખ્યા બંધ રમતવીરો ને આર્થિક પ્રોત્સાહન મળી રહ્યું છે અને રમત વીરો નું જીવન ધોરણ ઉંચુ આવી રહ્યું છે સાથે સાથે ખેલાડી ઓ ને રમત ગમત માટે સારા માં સારી કીટ , સાધનો , પણ પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યારે ગુજરાત આજે નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે ત્યારે પુર્ણા શુક્લા ને પણ ખુબજ આનંદ છે ” કહે છે …. સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રમત ગમત પ્રોત્સાહન યોજના નો લાભ મળવો એજ મારા જીવન નો મોટો બદલાવ છે… પુર્ણા આજે નડિયાદ ખાતે આગળ કોલેજ  નો  અભ્યાસ કરી રહી છે…..

Follow Me:

Related Posts