વ્યક્તિત્વ કેળવણી ના પિતામહ અનેક વિધ સેવા નો પર્યાય ટી ડી પટેલ ના ૭૪ માં જન્મ દિન ઓમશાંતિ વિદ્યાલય ખાતે ઉજવણી

મોરબી મૂળ સૌરાષ્ટ્ર ના બોટાદ જિલ્લા ના નાના એવા ખાંભડા ગામ ઠાકરશીભાઈ મોરજા સાદગી સત્ય કરુણા ના હિમાયતી એ સૌરાષ્ટ્ર માં પેરિસ ગણાતા મોરબી ને કર્મભૂમિ બનાવી ટી.ડી પટેલ નામ થી ખૂબ પ્રચલિત સેવા પુરુષ ટી ડી પટેલ અનેક વિધ સેવા ના પર્યાય એ આજ થી ૩૦ વર્ષ પહેલા ઑમશાંતિ વિદ્યાલયની સ્થાપના કરી શિક્ષણક્ષેત્રે ક્રાંતિ લાવનાર ટી.ડી.પટેલ ને તેમના ૭૪ જન્મદિવસ નિમિતે હાર્દિક શુભેચ્છા હજારો કર્મવિરો જૂન ૧૯૯૩ માં આજથી ૩૦ વર્ષ પહેલા ઓમશાંતિ વિધાલય મોરબીમાં શરુ થઇ ત્યારે મોરબીમાં બહુ ઓછી શાળાઓ હતી ઓમશાંતી વિદ્યાલય મોરબીમાં સૌ પ્રથમ એવી શાળા હતી
જેમાં એક વર્ગમાં ચાર પંખા ,વિધાર્થીની ઉંચાઈ મુજબ બેન્ચ વિધાર્થી માટે વોટર કુલર ,સ્ટેજ સાથે બ્લેક બૉર્ડ ૧૯૯૪ થી શિક્ષકોની પસંદગી માટે પરીક્ષા અને વર્ગખંડમાં તેનું શિક્ષણકાર્ય ચકાશવું ,વિધાર્થીની સલાહકાર સમિતિ ,દર મહિને શિક્ષકોને શૈક્ષણિક માર્ગદર્શન માટે મિટિંગ ,વાલી શાળાએ આવી શિક્ષણ ચકાશે તેવી વાલી સમિતિ ,વાલી ને જવાબ પેપરો ઘેર જોવા આપવા ,વિધાર્થી રજુઆત કરવા સીધા ઓફિસમાં પટેલ પાસે આવી શકે ,શાળામાં સજેશન બોક્સ જેમાં વિધાર્થોઓ સજેશન કરે અને ત મુજબ ફેરકાર થાય અને વિધાર્થી ઓને હોમવર્ક બહુ ઓછું અને આ બધું ૧૯૯૪ માં આજથી ૩૦ વર્ષ પહેલા અને આજે પણ આજ પદ્ધતિથી શાળાનું સંચાલન જેના ફળસ્વરૂપે શાળાના અનેક વિધાર્થીઓ ડોક્ટર ,એન્જીનીયર ,અને સરકાર કચેરીમાં ઉચ્ચહોદા પર અને મોટી ફેક્ટરીના સંચાલકો છે
અને આજે પણ ઓમશાંતિ વિધાલયને અને ટી.ડી પટેલ ને યાદ કરે છે ,અને ઓમશાંતિ વિદ્યાલયમાં શૈક્ષણિક કાર્ય કરેલ શિક્ષકો દ્વાર મોરબીની જુદીજુદી ૪ નામાકીંત શાળાઓમાં સંચાલક અને તે શાળાના શિક્ષકો દ્વારા મોરબીની અન્ય શાળાની સ્થાપના ,શિક્ષણક્ષેત્રે મોરબીની આ હરણફાળનો તમામ શ્રેય ટી.ડી.પટેલ ને જાય તેથી હું તેમને મોરબીના આધુનિક શિક્ષણ ભીષ્મપિતામહ કહી શકાય માત્ર મોરબી જ નહિ પણ અન્ય શહેરો કે ગામડામાં ચાલતી શાળાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપે કે માર્ગદર્શક છે મોરબી ની ઝૂંપડપટ્ટીના બાળકો માટે સ્કૂલ ઓન વહીલ્સ પ્રોજેક્ટ ચલાવે છે જેમાં બસમાં શિક્ષણ આપવામાં આવે છે જેમાં બાળકોને નાસ્તો. પાઠયપુસ્તકોં આપવામાં આવે અને બે શિક્ષકો ડ્રાયવર અને બસ ફાળવેલ છે જેનો સંપૂર્ણ ખર્ચ ઉપાડેલ છે ઓમશાંતિ વિદ્યાલયમાં અનાથ આશ્રમની બાળાઓને ફ્રી શિક્ષણ અન્ય આર્થિક જરૂરિયાતમંદ હોય તેમના બાળકોને ફી માફી કદાચ ગુજરાતમાં બહુ ઓછી સેલ્ફફાઇનાન્સ શાળાઓ હશે જેમાં આટલી મોટી સંખ્યામાં ફી માફી આપવામાં આવતી હશે , શૈક્ષણિક ક્ષેત્રજ નહિ સામાજિક ,સેવાકીય,રાજકીય ,ધાર્મિક ક્ષેત્રોમાં તેમનું યોગદાન અમૂલ્ય અને શિક્ષણ જેટ્લુજ છે જેની જાણ કદાચ બહુ ઓછા લોકોને હશે .
Recent Comments