ગુજરાત

વ્યાજખોરના ત્રાસથી કુંભાસણમાં કરિયાણાના વેપારીનો ઉધઈની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સામે આવ્યો છે. વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળીને કરિયાણાની દુકાનના વેપારીએ ઉંધઇની દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે રહેતા શંકરજી હેમરાજજી ઠાકોર (ખટાસણીયા) કુંભાસણ બસ સ્ટેન્ડ ખાતે પાન પાર્લર અને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ અગાઉ તેમની દીકરીના લગ્ન હોઈ ચંડીસર ખાતે રહેતા પોપટજી ઘેમરજી ઠાકોર પાસેથી રૂ.૩૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જ્યાં સુધી મૂડી પુરી ના થાય ત્યાં સુધી દર મહિને રૂ.૧૫૦૦ આપવાનું નક્કી કર્યું હતું. જેમાં ૧૫૦૦ રૂપિયા લેખે નવ હપ્તાની ચુકવણી કરી ૧૩,૫૦૦ રૂપિયા પોપટજીને જમા કરાવ્યા હતા.

ત્યારે જે સમયે ૩૦,૦૦૦ હજાર રૂપિયા વ્યાજે લીધા તે સમયે પોપટજીને બેન્કનો કોરો ચેક આપેલો હતો. જ્યારે દર મહિને ૧૫૦૦ રૂપિયા ચૂકવતા હોવા છતાં પોપટજીએ શંકરજીનો ચેક બેંકમાં ૫૦ હજારની રકમ ભરી નાખી દઈ ચેક બાઉન્સ થતાં પાલનપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઇ ૭ ડિસેમ્બરના કોર્ટમાં મુદત હોઈ કોર્ટમાં હાજર રહી શંકરજીએ ૨૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. જ્યારે ફરી કોર્ટમાં ૭ જાન્યુઆરીના મુદત હોઈ નાણાં જમા કરાવવાની સગવડ ના હોઈ પોપટજીના ત્રાસથી કંટાળીને શંકરજીએ ગામમાં આવેલી એગ્રોની દુકાનેથી ઉધઈની દવા લઈ ઘરે જઈ જીવન ટૂંકાવવા પી લીધી હતી. જાેકે તે સમયે તેમનો દીકરો સુભાષ આવી જતા ૧૦૮માં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો અને ત્યાં તેમની સારવાર ચાલુ છે.

આ સમગ્ર મામલે શંકરજી ઠાકોરે ગઢ પોલીસ મથકે પોપટજી ઘેમરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા ધવલભાઈ શામળભાઈ પટેલે ખેતીના ઉપયોગ માટે તેમજ પશુપાલન માટે સદરપુર નજીક રહેતા ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ પાસેથી ?૩.૩૬ લાખ અલગ અલગ સમયે વ્યાજે લીધા હતા. અને તેના બદલામાં વ્યાજ સહિત રૂ. ૧૭.૧૬ લાખ ચૂકવ્યા હતા. છતાં પણ નાણાની અવેજીમાં આપેલ ચેકમાં રૂ.૨૦ લાખની રકમ ભરી અને ચેક બાઉન્સ થતા નોટિસ મોકલી હતી. આ અંગે ધવલભાઈ પટેલે વ્યાજનો ધંધો કરતાં મુળ ઈડર તાલુકાના રૂદરડીના ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ હાલ રહે.સદરપુર અને પ્રવીણભાઈ લાલાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts