વ્યાજદરમાં રાહત આપતો રાજ્ય સરકારનો પરિપત્ર હોવા છતાં અમુક કોમર્શિયલ બેન્ક અમલ નહિ કરતી હોવાની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ સાથે રજુઆત કરાઈ.

લાઠી બાબરા ના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર પાઠવી રજુઆત કરેલ છે કે પાક ધીરાણમાં ખેડૂતોને પૂરતી વ્યાજદર માં રાહત આપી મુદતમાં વધારો કરી આપવા જણાવ્યું છે તેઓએ જણાવ્યું છે રાજ્ય સરકાર દ્વારા ૩૦ જૂન સુધી પાક ધિરાણ માં નવા જૂનું કરવાની છૂટ હોવા છતાં અમુક કોમર્શિયલ બેન્ક પૂરતું ૭% વ્યાજ વસુલ કરતી હોવાની ફરિયાદ પણ ઉઠી હોવાની જણાવી તપાસ કરવાની માંગ કરેલ છે
ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ખેડૂત પોતાનું પાક ધિરાણ સમય મર્યાદા પૂર્ણ કરે તો તેને રાજ્ય સરકાર નું ૪% અને નાબાર્ડ નું ૩% વ્યાજ ની માફી મળતી હોય છે પણ અને તેની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે પણ મોટાભાગની કોમર્શિયલ બેંકો દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની વ્યાજદરમાં રાહત આપતી નથી તેમજ બેન્કમાં આવો કોઈ પરિપત્ર પણ આવ્યો નથી તેવું ખેડૂતો ને જણાવી રહી છે તેવું પોતાના વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ધ્યાનમાં આવતા આપની સમક્ષ રજૂઆત કરી ખેડૂતોને રિફંડ આપવા જણાવ્યું હતુ તેમજ અમરેલી જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં તોકેટ વાવાજોડાના કારણે વીજપુરવઠો ખુબજ મોડો પૂર્વરત થયો હતો જેથી ખેડૂતોને પાક ધિરાણ માં જે સમય મળવો જોઈએ તે મળ્યો નથી માટે હજુ ૧૫ જુલાઈ સુધીની ખેડૂતોને મુદત મળે તે જરૂરી છે તેમ અંતમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું
Recent Comments