વ્યાજબી ભાવની દુકાન પર અનાજનો જથ્થો ઉપલબ્ધ ન હોય અથવા જાહેર વિતરણ વ્યવસ્થા બાબતે સમસ્યા હોય તો અમરેલી જિલ્લા પુરવઠા કચેરીનો સંપર્ક કરવો…
અમરેલી જિલ્લામાં જો કોઈપણ સ્થળે વ્યાજબી ભાવની દુકાન પર અનાજનો જથ્થો ઉપલબ્ધ ન હોય અથવા જાહેર વિતરણ વ્યવસ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો જિલ્લા પુરવઠા કચેરી અમરેલીનો સંપર્ક કરી શકાશે. આ માટે મોબાઈલ નંબર ૯૯૨૪૭૬૭૭૯૦ પર સંપર્ક કરી શકાશે, તેમ અમરેલી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments