જન-જન સુધી પ્રાથમિક સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આરોગ્યની સુવિધાઓમાં સતત ઉમેરો કરવાની નેમ રાજ્ય સરકારની છે. અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા એકસાથે એમ્બ્યુલન્સેસની ખરીદી કરી જનહિત અર્થે લોકાર્પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ દ્વારા જિલ્લા પંચાયતની જુદી-જુદી ગ્રાન્ટને જનસેવા અર્થે પહોંચાડી શકાય તે માટે વધુ સારો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યાપક જનહિત અને જન સેવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લાના વિવિધ વિસ્તારમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જિલ્લા પંચાયત દ્વારા એકસાથે ૧૨ એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના ૪૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ૩૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આગામી સમયમાં બાકીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ એમ્બ્યુલન્સ સુવિધા થઈ શકે તે માટે રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લા પંચાયતની નેમ છે.
વ્યાપક જનહિત અને જન સેવાના ઉદ્દેશ્ય સાથે એમ્બ્યુલન્સ લોકાર્પણ


















Recent Comments