વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુ મંગલમ ખોડલધામ સમિતિ પ્રેરિત દામનગર લેઉવા પટેલ સમાજ નો તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે
દામનગર ખોડલ ધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ નો ૧૫/૧૧/૨૪ નાં રોજ તૃતીય સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાશેવ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ૨૦ નવ દંપતી ગૃહસ્થ ધર્મ ની દીક્ષા અંગીકાર કરશે શકિતપીઠ ખોડલધામ ટ્રસ્ટ સંસ્થાન કાગવડ નરેશભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિત માં સમારોહ નાં અધ્યક્ષ અશોકભાઈ ડુંગરાણી ધામેલ સમારોહ નાં ઉદ્ઘાટક અમરશીભાઈ શંભુભાઈ નારોલા સહિત ઉદારદિલ દાતા દલસુખભાઈ નારોલા નાની વાવડી માવજીભાઈ શિંગાળા વિકળીયા સહિત અસંખ્ય દાતા સમાજ શ્રેષ્ઠ અગ્રણી કેળવણી રત્નો પૂજ્ય વરિષ્ઠ સંતો ની પાવન નીશ્રા માં વૈદિક મંત્રોચાર ની ધ્વનિ વચ્ચે સપ્તપદી આદર્શ દાંપત્ય જીવન ની શીખ સાથે ગૃહ વપરાશ નાં કરિયાવર અર્પિ ૨૦ દીકરી ઓને સાસરે વળાવશે સ્વામી નારાયણ ગુરુકુળ પરિસર માં આગામી તા.૧૫/૧૧/૨૪ નાં શુક્રવાર નાં રોજ સવારે ગણેશ સ્થાપના એવમ મંડપ મહુર્ત જાન આગમન ભોજન સમારોહ હસ્ત મેળાપ સાથે રાત્રે ૯-૩૦ કલાકે કન્યા વિદાય થશે ખોડલધામ પ્રેરિત તૃતીય સમૂહ લગ્નોત્સવ વિધિ નાં આચાર્ય જીતેન્દ્ર શુક્લ દ્વારા સંપન્ન થશે સમસ્ત અમરેલી જિલ્લા ભર માંથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ખોડલ ધામ સમિતિ એવમ મહિલા કન્વીનર દ્વારા માઈક્રો પ્લાનિંગ સાથે ઉત્તમોત્તમ વ્યવસ્થા શક્તિ થી સંકલન કરાયું છે દામનગર સહિત સમગ્ર અમરેલી જિલ્લા ભર માંથી લેઉવા પટેલ સમાજ ના અગ્રણી ની વિશાળ ઉપસ્થિતિ માં તૃતીય સમૂહ લગોત્સવ યોજાશે
Recent Comments