fbpx
અમરેલી

વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલયની મુલાકાતે અમેરિકા સ્થિત મનીષાબેન શાહ પધાર્યા

દામનગર શહેર ના ઉતમચંદ મોરારજી અજમેરા સાર્વજનિક દવાખાના ના પૂર્વ મેડિકલ ઓફિસર ખ્યાતનામ ડો શાહ સાહેબ ના અમેરિકા સ્થિત પુત્રી રત્ન મનીષાબેન શાહે ૪૦ વર્ષ બાદ દામનગર ની મુલાકાતે પધાર્યા વર્ષો જૂની સ્મૃતિ ઓ વાગોળી પોતા ના મકાન માં મહિલા પુસ્તકાલય જોઈ ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય માં પધારતા મનીષાબેન શાહ નું ઉષ્માભર્યું સ્વાગત કરાયું  સંસ્થા દ્વારા મહિલા ઉત્ક્રષ ની પ્રવૃત્તિ નિહાળી પોતા ના રહેણાંક મકાન માં જ્ઞાન મંદિર બન્યું હોવા થી ખૂબ ભાવવિભોર બની સર્વ ટ્રસ્ટી વાંચક વર્ગ એવમ ઉદારદિલ દાતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના સર્વ ટ્રસ્ટી પાસે સંસ્થા ની વિવિધ વિભાગો અને અનેક વિધ સેવા હુન્નર કૌશલ્ય વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિ થી અવગત થયા હતા સુંદર સંચાલન વ્યવસ્થા થી સર્વ ટ્રસ્ટી અને કર્મચારી પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.

Follow Me:

Related Posts