ભાવનગર

વ્હાલી દિકરી યોજનાનાં તમામ લાભાર્થીઓનાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેમ્પનું આયોજન

વ્હાલી દિકરી યોજનાનાં લાભાર્થીઓ માટે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનાં કેમ્પનું આયોજન કરાયું છે. કાર્ડ કઢાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયત કચેરીનાં વી.સી.ઈ.નો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત હાલ વ્હાલી દિકરી યોજના ૨૦૧૯ થી અમલમાં છે. આ યોજના હેઠળ લાભાર્થી દિકરીને ૧૮ વર્ષ પુર્ણ થાય ત્યાં સુધી તબક્કાવાર રૂ.૧,૧૦,૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે. જે દિકારીઓને મંજુરી હુકમ આપવામાં આવેલ છે. તે તમામ દિકારીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ મળે તે હેતુથી વ્હાલી દિકરી યોજનાના તમામ લાભાર્થીઓના તથા કુંટુંબનાં તમામ સભ્યોનાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.                

હાલ ભાવનગર જિલ્લામાં વ્હાલી દિકરી યોજનાનાં ૧૪,૮૭૫ મંજુર લાભાર્થીઓ છે. એ તમામ લાભાર્થીઓનાં વાલીઓને તેમની દિકરીનું આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે અરજદારે પોતાનું તથા દિકરીનું આધારકાર્ડ, રાશનકાર્ડ, દિકરીનો જન્મનો દાખલો અને આવકનો દાખલો લઈ નજીકનાં પ્રાથામિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતનાં વી.સી.ઈ.નો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં કોઈ મુશ્કેલી જણાય તો મહિલા અને બાળ અધિકારીની કચેરીનાં ફોન નંબર ૦૨૭૮-૨૪૨૧૯૦૧ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે. 

Related Posts