અમરેલી

‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત જિલ્લાના ૨,૦૫૨ લાભાર્થીઓએ લાભ મેળવ્યો

જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા ‘મહિલા શક્તિ કેન્દ્ર’ અમરેલી દ્વારા વિવિધ કેમ્પ્સ યોજવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ રમેશ ગુરવના માર્ગદર્શન તળે જિલ્લા મહિલા અને બાળ કચેરી દ્વારા જાન્યુઆરી થી મે-૨૦૨૨ દરમિયાન જિલ્લાના ૧૧ તાલુકાઓમાં આ કેમ્પ અંતર્ગત અમરેલી જિલ્લાના ૨,૦૫૨ અરજદારોએ લાભ મેળવ્યો હતો. વ્હાલી દીકરી યોજના અંતર્ગત ૧૧ તાલુકાઓની વધુમાં વધુ દીકરીઓને લાભ મળી રહે તે માટે કેમ્પ યોજવાનો મુખ્ય હેતુ છે. ‘વ્હાલી દીકરી’ યોજના અંતર્ગત તા.૨ ઓગષ્ટ, ૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલી દીકરીઓને સરકાર દ્વારા રુ.૧ લાખ ૧૦ હજારની સહાય મળી શકે છે. કેમ્પમાં આવેલા લોકોને આ યોજના વિષય માહિતી મળે અને તેમને આ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પ દરેક તાલુકાના તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવતા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, મુખ્ય સેવિકાશ્રીઓ, તલાટી કમ મંત્રીશ્રી સહિતના અધિકારી-કર્મચારીશ્રીઓએ તેમની ફરજ પૂર્ણ કરી કર્તવ્યપાલનનો સંદેશ આપ્યો હતો. ‘વ્હાલી દીકરી યોજના’ વિશે માહિતી, માર્ગદર્શન અને યોજનાકીય લાભ લેવા ઇચ્છુક હોય તેમને જિલ્લા મહિલા અને બાળ કચેરી, અમરેલીનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૬૧૭૭ કરવો.

Related Posts