વ્હિસ્કીની એક બોટલ હરાજીમાં અધધ..૧ કરોડ રુપિયામાં વેચાઇ

મોંઘો દારુ નવાઈની વાત નથી.ઉંચી કિંમતનો શરાબ પીનારા શોખીનોની પણ દુનિયામાં કમી નથી પણ તાજેતરમાં થયેલી એક હરાજીમાં વ્હિસકીની એક બોટલ એટલા ઉંચા ભાવે વેચાઈ છે કે, તમામ રેકોર્ડ તુટી ગયા છે.
મળતી વિગતો પ્રમાણે ૨૫૦ વર્ષ જુની વ્હિસ્કીની બોટલ તાજેતરમાં થયેલી હરાજીમાં ૧.૩૭ લાખ ડોલર એટલે કે લગભગ એક કરોડ રુપિયામાં વેચાઈ છે.તેની મૂળ કિંમત કરતા અનેકગણા ભાવે તેની હરાજી થઈ છે.
મીડિયા અહેવાલ ઓલ્ડ ઈંગ્લેડ્યૂ નામની વ્હિસ્કીને ૧૮૬૦માં બોટલમાં ભરવામાં આવી હતી.દાવો એવો થઈ રહ્યો છે કે, તેમાં ભરેલી વ્હિસ્કી હજી ખરાબ થઈ નથી.એવુ મનાય છે કે, આ વ્હિસ્કીની બોટલ જાણીતા ફાઈનાન્સર જે પી મોર્ગન પાસે પહેલા હતા.વ્હિસ્કીની બોટલ પર એક લેબલ લગાવાયુ છે કે અને તેમાં દર્શાવ્યા પ્રમાણે આ વ્હિસ્કી ૧૮૬૫ પહેલાની છે.
જાણકારોનુ માનવુ છે કે, જે પી મોર્ગને પોતે ૧૯૦૦ની આસપાસ બોટલ ખરીદી હતી.એ પછી આ બોટલ તેમણે પોતાના પુત્રને આપી હતી અને તેણે ૧૯૪૨ થી ૧૯૪૪ દરમિયાન સાઉથ કેરોલાઈના રાજ્યના ગર્વનર જેમ્સ બાયર્ન્સને આ બોટલ આપી હતી.
૩૦ જૂને તેની હરાજી થઈ હતી અને હાલના માલિકે આ બોટલ મોર્ગન લાઈબ્રેરીને ૧.૩૭ લાખ ડોલરમાં વેચી દીદી હતી.
જાેકે કેટલાકને એવી આશંકા છે કે, હવે આ વ્હિસ્કી પીવા યોગ્ય હશે કે કેમ, આ માટે પણ રિસર્ચ કરવુ પડશે અને એ પછી તેની સાચી જાણકારી મળી શકશે.
Recent Comments