fbpx
રાષ્ટ્રીય

વ્હોટ્‌સએપે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે અવતાર ફીચર રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું

વ્હોટ્‌સએપ નવા નવા ફીચર્સ એડ કરતું રહે છે. ત્યારે હવે વ્હોટ્‌સએપે કેટલાક બીટા ટેસ્ટર્સ માટે અવતાર ફીચર પણ રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. ઉછમ્ીંટ્ઠૈંહર્ક તરફથી મળતી માહિતી મુજબ, વ્હોટ્‌સએપે ગૂગલ બીટા પ્રોગ્રામમાં નવું વર્ઝન ૨.૨૨.૨૪.૪ લોન્ચ કર્યું છે. અહેવાલો મુજબ, વોટ્‌સએપે અગાઉ ર્ૈંજી ૨૨.૨૩.૦.૭૧ માટે ર્ૈંજી બીટા વર્ઝન રોલઆઉટ કર્યું હતું, પરંતુ લોકોને અવતાર બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. તેથી કંપની દ્વારા આ ફીચરને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું અને હવે તે કેટલાક એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે ફરીથી લોન્ચ કરવામાં આવ્યું છે. ઉછમ્ીંટ્ઠૈંહર્કએ આ બાબતે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેનો લુક જાેઇ શકાય છે. તે બરાબર ફેસબુક અવતાર જેવું જ લાગે છે. ઉછમ્ીંટ્ઠૈંહર્કએ માહિતી આપી છે કે, અવતાર ફિચરને યુઝ કરવા માંગતા યૂઝર્સ વ્હોટ્‌સએપ પર ચેક કરી શકે છે કે તેમને આ ફીચર મળ્યું છે કે નહીં. આ માટે તેમને વ્હોટ્‌સએપ એકાઉન્ટમાં જઈને સેટિંગમાં જવું પડશે. જાે તમને અહીં આ ફીચર જાેવા ન મળે, તો તો તમારે આવનારા અપડેટની રાહ જાેવી પડશે.

અવતાર સેટ કર્યા બાદ યૂઝર્સ તેને ચેટિંગમાં સ્ટીકર તરીકે પણ રજૂ કરી શકે છે, જેના માટે તેમને ચેટ કીબોર્ડમાં અવતાર પેજ પર જવું પડશે. આ ઉપરાંત પ્રોફાઈલ ફોટો પર પણ અવતાર સેટ કરી શકાય છે. હાલ આ ફિચર્સ માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે છે અને તે આગામી સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત વ્હોટ્‌સએપ વધુ એક નવું ફીચર લાવવા માટે તૈયાર છે, આ ફીચર હેઠળ યૂઝર્સ પોતાને મેસેજ મોકલી શકશે. આ માહિતી ઉછમ્ીંટ્ઠૈંહર્કને મળી છે. તેનો દાવો છે કે એન્ડ્રોઇડ બીટા વર્ઝન ૨.૨૨.૨૪.૨માં ‘મેસેજ યોરસેલ્ફ’ નામનું ફીચર હશે. આ ફીચર અંતર્ગત વ્હોટ્‌સએપ યૂઝર્સ ચેટ સેક્શનમાં પોતાનું નામ સ્ી જાેઈ શકશે. બીજી તરફ વ્હોટ્‌સએપ ગ્રુપ ચેટમાં યુઝર્સને સારી સુવિધા મળે તે માટે પણ કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ગ્રુપ ચેટમાં પ્રોફાઇલ ફોટા અનેબલ બનાવશે. યુઝર્સને હવે જે તે વ્યક્તિનું નામ જાેવાની જરૂર રહેશે નહીં. આ ફીચરમાં ચાલુ અઠવાડિયે કેટલાક આઇઓએસ બીટા ટેસ્ટર્સ માટે રોલ આઉટ થવાની શરૂઆત થઈ ગઈ હોવાના અહેવાલ છે.

Follow Me:

Related Posts