અમરેલી શહેર ની સેવાભાવી સંસ્થા શકિત ગ્રુપ દ્વારા અનેકવિધ જનકલ્યાણકારી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે આજરોજ કૌશિકભાઈ વેકરીયા ના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃતિઓ કરી જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ બ્રાહ્મણ સોસાયટી માં આવેલ ખોડિયાર મંદિર આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ તકે અમરેલી વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરીયા ની ખાસ ઉપસ્થિત માં કાર્યકમ નું આયોજન કરવામાં આવ્યું હતું નાના બાળકો ને ચપ્પલ, ગરમ પફ, નાસ્તો આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શકિત ગ્રુપ ના પ્રમુખ ગૌતમ ભાઈ વાળા ની સુચના થી અશોકભાઈ વાળા, જીજ્ઞેશ દાફડા, મયુરભાઈ ખાનપરા, ગૌરવ મહેતા, વિપુલભાઈ દવે, ચિરાગભાઈ સાદરાણી, સહિત તમામ યુવાનો ઉપસ્થિત માં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીલ્લા ભાજપ ના મંત્રી જયેશભાઇ ટાંક, નગરસેવક હરેશભાઈ કાબરીયા, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઈ રામાણી, હિરેનભાઈ યાદવ સહિત તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત માં નાના બાળકો ને ચપ્પલ, નાસ્તો આપીને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી તેમ પત્રકાર યાદી માં જણાવ્યું હતું
શકિત ગ્રુપ દ્વારા અમરેલી ના લોક પ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા ના જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી


















Recent Comments