બોલિવૂડ

શનાયા કપૂર કરણ જાેહરની ‘બંધક’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે

શનાયા લાંબા સમયથી બોલિવૂડમાં કામ કરવા માંગતી હતી અને આ માટે તેણે સખત મહેનત અને તાલીમ પણ લીધી છે. અગાઉ, શનાયાએ બહેન જ્હાન્વી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનામાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. અત્યાર સુધી કેમેરાની પાછળ કામ કરી ચૂકેલી શનાયા હવે કેમેરાની સામે આવશે અને મોટા પડદા પર જાેવા મળશે.શનાયા સંજય કપૂરની દીકરી છે. શનાયાના બોલિવૂડ ડેબ્યૂ પર, ઘણા સેલેબ્સ તેના વખાણ કરી રહ્યા છે અને તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. શ્રીદેવીની પુત્રી ખુશી કપૂરથી લઈને અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા સુધી, દરેક તેના માટે ખૂબ જ ખુશ છે. અનન્યા પાંડે અને સુહાના ખાન શનાયાની બેસ્ટ ફ્રેન્ડ્‌સ છે. અનન્યા પહેલેથી જ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ કમાઈ રહી છે અને હવે તેના મિત્રો પણ આ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા આવ્યા છે. હવે જાેઈએ કે દર્શકો શનાયાને પસંદ કરે છે કે નહીં.

કરણ જાેહરે અત્યાર સુધીમાં ઘણા સ્ટાર કિડ્‌સ લોન્ચ કર્યા છે અને હવે તે ફિલ્મમેકર શનાયા કપૂરને પણ લોન્ચ કરી રહ્યો છે. શનાયા સાથે કરણ મ્ીઙ્ઘરટ્ઠઙ્ઘટ્ઠા ફિલ્મ લાવી રહ્યો છે. તો શનાયા આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મમાંથી બહાર આવેલા શનાયાના લૂકમાં તે ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. ફિલ્મમાં શનાયાનું નામ (દ્ગૈદ્બિૈં) હશે. આ પોસ્ટરને શેર કરતા કરણે લખ્યું, મ્ીઙ્ઘરટ્ઠઙ્ઘટ્ઠા ફિલ્મમાં પ્રોડ્યુસ કરેલી સુંદર શનાયા કપૂર” સ્ક્રીન પર તેની એનર્જી જાેવા માટે હું ઉત્સાહિત છું. આ સાથે કરણે ફિલ્મના બાકીના ૨ કલાકારોનું પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં લક્ષ્ય અને ગુરફતેહ જાેવા મળે છે. લક્ષ્ય ફિલ્મમાં કરણનું પાત્ર ભજવી રહ્યો છે અને ગુરફતેહ અંગદ છે. તેનું પોસ્ટર શેર કરતા શનાયાએ પોતે લખ્યું છે કે, હું ખૂબ જ આનંદ સાથે શેર કરી રહી છું કે હું ફિલ્મ મ્ીઙ્ઘરટ્ઠઙ્ઘટ્ઠા સાથે ધર્મા પરિવાર સાથે જાેડાઈ છું. આ ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાન કરી રહ્યા છે. હું આ પ્રવાસ શરૂ કરીને ખૂબ જ ખુશ છું. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.

Follow Me:

Related Posts