અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ તા. ૯ ઓક્ટોબરના શનિવારે જાહેર રજાના દિવસે જિલ્લાની તમામ પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ અને મામલતદાર કચેરીઓ કાર્યરત રાખી પડતર અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે જિલ્લામાં પુરવઠા શાખાની ૮૨૦ જેટલી અરજીઓ, જમીનને લગતી ૧૩૬૮ જેટલી અરજીઓ, વિધવા અને વૃદ્ધ સહાયની ૩૬૭ જેટલી અરજીઓ, જાતિ અને આવકના દાખલા માટેની ૪૧૦ જેટલી અરજીઓ તથા ૯૧૨ જેટલી અન્ય અરજીઓ અને દરખાસ્તો એમ કુલ મળી ૩૮૭૭ અરજીઓનો ઝુંબેશરૂપે નિકાલ કરવામાં આવ્યો હતો
શનિવારે જાહેર રજાના દિવસે અમરેલી જિલ્લાની તમામ પ્રાંત અને મામલતદાર કચેરીઓ શરૂ રાખી ૩૮૭૭ પડતર અરજીઓનો નિકાલ કરાયો

Recent Comments