શબનમ ફાંસી કેસઃ અયોધ્યાના મહંતે મહિલાને માફ કરવાનું કહ્યુંએક મહિલાને મૃત્યુદંડ આપવાથી સમાજનું ભલુ નહીં થાયઃ મહંત પરમહંસ દાસ

અયોધ્યામાં તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને શબનમની ફાંસીની સજા માફ કરવા વિનંતી કરી છે. જાે શબનમને ફાંસી આપવામાં આવે તો તે આઝાદી બાદ કોઈ મહિલાને ફાંસી આપ્યાનો પ્રથમ કેસ હશે. મહંત પરમહંસ દાસના કહેવા પ્રમાણે “હિંદુ શાસ્ત્રોમાં મહિલાનું સ્થાન પુરૂષ કરતા બહુ ઉંચુ છે. એક મહિલાને મૃત્યુદંડ આપવાથી સમાજનું ભલુ નહીં થાય, પરંતુ તેનાથી દુર્ભાગ્ય અને આપત્તિઓને આમંત્રણ મળશે. તેનો અપરાધ માફીને લાયક નથી તે વાત સાચી પરંતુ તેને મહિલા હોવાના કારણે માફ કરવી જાેઈએ.
મહંતે આગળ કહ્યું કે, “હિંદુ ધર્મના ગુરૂ હોવાના નાતે હું રાષ્ટ્રપતિને વિનંતી કરૂં છું કે, શબનમની દયા અરજીને સ્વીકારી લે. તેણી પોતાના ગુનાનું પ્રાયશ્ચિત જેલમાં કરી ચુકી છે. જાે તેને ફાંસી આપવામાં આવશે તો તે ઈતિહાસનો સૌથી દુર્ભાગ્યપૂર્ણ અધ્યાય ગણાશે. આપણું બંધારણ રાષ્ટ્રપતિને અસાધારણ શક્તિઓ આપે છે, તેમણે આ શક્તિઓનો પ્રયોગ ક્ષમા આપવા કરવો જાેઈએ.
યુપીના અમરોહા જિલ્લાના બાબનખેડી ગામમાં ૧૪-૧૫ એપ્રિલ, ૨૦૦૮ની રાતે પ્રેમી સાથે મળીને પરિવારના ૭ સદસ્યોની હત્યા કરનારી શબનમ અને તેના પ્રેમી સલીમને ફાંસી અપાશે. શબનમ જુલાઈ ૨૦૧૯થી રામપુર જેલમાં બંધ છે.
Recent Comments