બોલિવૂડ

શબાના આઝમીએ ‘ગદર’ને કહી ભડકાઉ ફિલ્મ, સની દેઓલે આપ્યો હતો જડબાતોડ જવાબ

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવ સ્ટોરી આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. આ વચ્ચે ભારત-પાકિસ્તાનની ભાગલા પર બનેલી ફિલ્મ ‘ગદર’ની સીક્વલ ‘ગદર ૨’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ ભારત-પાકિસ્તાનના સંબંધો પર ફરી એકવાર ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેવામાં આ વચ્ચે શબાના આઝમીનું એક એવું ઇન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યું છે, જેમાં તેણે ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની ખૂબ ટીકા કરી હતી. શબાના આઝમીએ ભારત-પાક્સ્તાનની વિભાજન વચ્ચે કેરેક્ટર્સના ચિત્રણ પર વાંધો ઉઠાવતા ફિલ્મને ભડકાઉ કહી હતી. જાે કે શબાનાના આ નિવેદન પર હંમેશા શાંત રહેતા સની દેઓલ એટલે કે ફિલ્મના ‘તારા સિંહ’એ જડબાતોડ જવાબ આપ્યો હતો. ‘ગદર ૨’નું શાનદાર ટ્રેલર સામે આવ્યું છે અને આ સાથે જ ફેન્સ આતુરતાથી ફિલ્મની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે. ‘ગદર ૨’ની રિલીઝ પહેલા શબાના આઝમીનું ૨૨ વર્ષ જૂનો ઇન્ટરવ્યૂ ફરી એકવાર ચર્ચામાં છે, જેમાં તેણે ફિલ્મના કેરેક્ટર્સના ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યો હતો અને ફિલ્મને ભડકાઉ ગણાવી હતી.

આ ફિલ્મ અને તેની સંવેદનશીલતા સાથે સહમત ન હતા શબાના આઝમી ઃ શબાના આઝમીએ આ ફિલ્મને “ભડકાઉ” ગણાવીને તેની આકરી નિંદા કરી હતી એટલું જ નહીં, આ ફિલ્મ પર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. ૨૦૦૧ માં, એક્ટ્રેસે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, તે આ ફિલ્મ અને તેની સંવેદનશીલતા સાથે સંમત નથી. તેમના કહેવા મુજબ આ ફિલ્મમાં હિન્દુઓને પીડિત અને મુસ્લિમોને વિલન તરીકે દર્શાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેમણે ફિલ્મના ટાઇમિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. જ્યારે એક્ટ્રેસે કહ્યું કે, આ ફિલ્મ રાષ્ટ્રવાદ, ધર્મને ભ્રમિત કરે છેઃ એક્ટ્રેસે વધુમાં સમજાવ્યું હતું કે, આ ફિલ્મ કેવી રીતે રાષ્ટ્રવાદ, ધર્મ અને ઓળખના મુદ્દાઓને ભ્રમિત કરે છે અને ભાગલાને કારણે થતી પીડાની જટિલતાઓને દૂર કરતી નથી.

જાેકે શબાનાએ જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે ભાગલા એક એવો મુદ્દો છે જેના પર વાત કરવાની જરૂર છે. એક્ટ્રેસે કહ્યું હતું કે તેણે ફિલ્મ સામેના પ્રતિબંધના આહ્વાનને પ્રોત્સાહિત નથી કર્યો, પરંતુ તે દુષ્પ્રચારની વિરુદ્ધ છે. સની દેઓલે આપ્યો જડબાતોડ જવાબઃ આ ફિલ્મ વિશે શબાના આઝમીના અભિપ્રાયથી સની દેઓલ બિલકુલ ખુશ નહોતો. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે આ ફિલ્મ વિરુદ્ધ આવા ઉશ્કેરણીજનક નિવેદનો ન આપવા જાેઈએ. એક્ટરે એમ પણ કહ્યું હતું કે ઘણીવાર લોકો ચર્ચામાં રહેવા માટે ફિલ્મની વિરુદ્ધ બોલે છે, જેથી તેઓ ધ્યાન આકર્ષિત કરી શકે. સનીએ કહ્યું કે, “હું એક પરિપક્વ વ્યક્તિ છું. હું ક્યારેય કોઈ પણ એવું કામ નહીં કરું જેનાથી કોઈના ધર્મને ઠેસ પહોંચે. સનીએ એમ પણ કહ્યું હતું કે, ફિલ્મમાં બધુ બરાબર હતું, દર્શકોએ તે સાબિત કરી બતાવ્યું હતું. કારણ કે જાે કંઇક ખોટું થયું હોત તો ફિલ્મને આટલો બધો પ્રેમ ન મળ્યો હોત.

Related Posts