શબાના આઝમી સાથે દારૂની ડિલીવરી એપ પર થઈ છેતરપિંડી
બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીએ એક પોસ્ટ દ્વારા દારૂની ડિલીવરી એપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીએ આ વિગતવાર માહિતી આપી છે. આ સાથે દારૂ પહોંચાડનારી કંપનીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શબાના આઝમીએ કહ્યું, લિવિંગ લિક્વિડ્ઝ નામની કંપનીએ તેમની સાથે છેતરપિંડી કરી. ખરેખર, અભિનેત્રીએ થોડો આલ્કોહોલ મંગાવ્યો હતો, જે આજ સુધી તેના હાથમાં આવ્યો ન હતો અને પૈસા પૂરા આપવામાં આવ્યાં હતાં.
શબાના આઝમીએ ટિ્વટ કરીને લખ્યું, “સાવધાન, આ લોકો દ્વારા મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કંપનીનું નામ લિવિંગ લિક્વિડ્ઝ છે. મેં તેમને પૂરા પૈસા ચૂકવ્યા, પણ મને ઓર્ડર મળ્યો નથી. આ ઉપરાંત તેઓએ મારા ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું.” શબાના આઝમીએ બેંકની વિગતો સાથે જણાવ્યું, તેણે આ કંપનીને કેવી ચૂકવણી કરી છે. તેણીએ તેને કેટલો ભાવ ટ્રાન્સફર કર્યો તે વિશે અભિનેત્રીએ માહિતી આપી નથી. શબાનાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે.
આ પહેલા પણ ઘણા સેલેબ્સ ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યા છે, જેની જાણકારી તેઓએ સો.મીડિયા દ્વારા ફેન્સને આપી હતી. અક્ષય ખન્ના, નરગિસ ફાખરી અને કરણસિંહ ગ્રોવરના નામ આ યાદીમાં શામેલ છે. શબાનાના આ ટિ્વટને જાેઇને ફેન્સ તેમને આગળની કાર્યવાહી માટે સૂચન કરી રહ્યા છે.
શબાના આઝમીએ બીજું એક ટિ્વટ શેર કરીને લખ્યું, “લિવિંગ લિક્વિડ્ઝના માલિકની શોધ કરી લેવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે જે લોકોએ મારી સાથે આ કામ કર્યું હતું તે છેતરપિંડી કરનાર હતા. તેમને લિવિંગ લિક્વિડ્ઝ સાથે કંઈ લેવાદેવા નથી. હું મુંબઈ પોલીસ અને સાયબર ક્રાઇમને વિનંતી કરું છું કે ખોટી રીતે ધંધો ચલાવવાનો પ્રયાસ કરી રહેલા આવા લોકો સામે કડક કાર્યવાહી થવી જાેઈએ.
Recent Comments