ગુજરાત

શમશેરસિંહ આઈપીએસના ત્યાં ઘરકામ કરતાં શખ્સને ૭ વર્ષની જેલ થઈ

આઈપીએસ ઓફિસર શમશેર સિંહના ઘરમાં નોકર તરીકે કામ કરતાં સોનુ સામે તેમના ડાઈનિંગ રૂમમાં બિનઅધિકૃત પ્રવેશનો આરોપ હતો. પરંતુ સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલા પુરાવા અને ફોરેન્સિકે આપેલા સાયન્ટિફિક પુરાવાઓમાં વિષમતા હતી. જેના કારણે સોનુને દોષિત ઠેરવનારી કોર્ટે જ તેને બેનિફિટ ઓફ ડાઉટ ( સંશય હોય ત્યારે ગુનાહિત માનવાને બદલે નિર્દોષ માનવું તે)ના આધારે દોષમુક્ત કર્યો હતોૈંઁજી ઓફિસર શમશેર સિંહના ઘરમાં બિનઅધિકૃત પ્રવેશ કરવાના કેસમાંથી નિર્દોષ છૂટ્યાના અઠવાડિયામાં જ ઘરકામ કરતાં ૨૩ વર્ષીય સોનુ પટેલને શુક્રવારે મેટ્રોપોલિટન કોર્ટે સાત વર્ષની જેલની સજા સંભળાવી છે.

બ્યૂરોક્રેટ્‌સ અને જજાે માટેની હાઉસિંગ સોસાયટી સમર્પણ ફ્લેટ્‌સમાં રહેતા અન્ય એક ૈંઁજી અધિકારીના ઘરે ચોરી અને બિનઅધિકૃત પ્રવેશના ગુનામાં કોર્ટે સોનુ પટેલને સજા સંભળાવી છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં સોનુએ આ ગુનો આચર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૈંઁજી શમશેર સિંહ પણ સમર્પણ ફ્લેટ્‌સમાં જ રહે છે. ૈંઁજી શમશેર સિંહના પરિવારના સભ્યએ સોનુ સામે બિનઅધિકૃત પ્રવેશની ફરિયાદ નોંધાવી હતી. સોનુ આ અધિકારીના ઘરે નોકર હતો. ત્યારે ફરિયાદના આધારે મૂળ છત્તીસગઢના સોનુની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. આ ધરપકડ પહેલા પણ તેની સામે અન્ય આરોપ લાગ્યા હતા. આ ઘટનાના એક વર્ષ અગાઉ સોનુ સામે અન્ય સિનિયર ૈંઁજી ઓફિસરની સગીર દીકરીની છેડતી કરવાનો આરોપ હતો.

છુપાઈને ઘરમાં બિનઅધિકૃત પ્રવેશ અથવા તો અડધી રાત્રે ગુનો આચરવાના ઈરાદાથી ઘરમાં ઘૂસવું અને ચોરીના આરોપો સાથે સોનુ સામે ૈંઁઝ્રની કલમ ૪૫૪, ૪૫૭ અને ૩૮૦ સામે ગુનો દાખલ થયો હતો અને કેસ ચાલ્યો હતો. આ ઘટનાના ચાર વર્ષ બાદ એડિશનલ સેશન્સ જજ એસ.પી. દુલેરાએ સોનુને દોષિત ઠેરવ્યો હતો. તેને ઘરમાં બિનઅધિકૃત પ્રવેશ માટે સાત વર્ષની અને ચોરી માટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સાથે જ કોર્ટે ત્રણેય ગુના માટે તેને ૨૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જાેકે, સોનુએ દંડની રકમ ના ચૂકવતાં કોર્ટે તેની જેલની સજામાં ૬ મહિનાનો ઉમેરો કર્યો હતો. કોર્ટે આદેશ કર્યો કે તમામ સજા એકસાથે ચાલશે. સોનુ માટે જેલ વોરન્ટ મોકલતી વખતે કોર્ટે જેલ સત્તાધીશોને આદેશ કર્યો હતો કે, તેની સજા પૂરી થાય ત્યારે પોલીસે તેની પાસેથી જપ્ત કરેલી વસ્તુઓ પાછી આપવી. પોલીસે સોનુ પાસેથી એક કાંડાઘડિયાળ અને ૧૩,૮૦૦ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી.

Related Posts