રાષ્ટ્રીય

શરદી-ઉધરસ દુર કરવા માટે દવા લેવાની જરૂર નથી, પણ ઘરે જ બનાવો આ દેશી ઉકાળો….

બદલાતી જતી ઋતુના કારણે શરદી-ઉધરસ જેવી બિમારીઓ જોવા મળે છે. એવામાં અત્યારે તો એટલે કે કોરોના કાળમાં લગભગ મોટાભાગના ઘરમાં શરદી ઉધરસના કેસ જોવા મળી રહ્યાં છે. એવામાં દવા લેવાના બદલે જો ઘરે જ તેની સારવાર કરવામાં આવે તો તે સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે.

ડોક્ટર પાસે જવાના બદલે જો ઘર પર જ કેટલાક ઉપચાર કરવા જોઈએ. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ઘરે જ કેવી રીતે દેશી ઉકાળો બનાવી શકાઈ કે જેનાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે…

ઉકાળો પીવાથી શરીરની ઈમ્યુનિટી વધારશે. તુલસીનો કાવો પીવાથી તમને ઘણા ફાયદા થશે. તુલસી શરીરમાં અનેક ફાયદા થાય છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટીમાઈક્રોબિયલ ગુણ હોય છે. તેના સેવનથી બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શનનો ખતરો ઘટે છે.

આવો જાણીએ આ તુલસીનો ઉકાળો કેવી રીતે બને….
સામગ્રી
10-15 તુલસીના પાન
4-5 પાન લીલી ચા
1 આદુનો ટુકળો
4 કપ પાણી
2 ચમચી ગોળ

ઉકાળો બનવવાની રીત:
ઉકાળો બનાવવા માટે પહેલા તુલસીના પાન અને લેમન ગ્રાસ બરાબર રીતે ધોઈ લો. જે બાદ એક પેનમાં પાણી નાખો અને તેને ઉકાળો. જે બાદ તેમાં તુલસીના પાન, લીલી ચાના પાન અને આદુ નાખો. હવે 4-5 મિનિટ ઉકાળો… હવે તેમાં ગોળ મિક્સ કરો. હવે તુલસીના ઉકાળામાં 2-3 કાળા મરી પણ મિક્સ કરો. તો તૈયાર છે આ ઉકાળો..

Related Posts