શરદ પવારે આતંકવાદી હુમલાનું સમર્થન કર્યું તે આશ્ચર્યજનક : કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ
ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના સંદર્ભમાં દ્ગઝ્રઁના સુપ્રીમો શરદ પવારના પેલેસ્ટાઈનને સાથ આપવા અંગેના નિવેદન પર પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે, શરદ પવારે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનું સમર્થન ના કરવું જાેઈએ. તેમણે કહ્યું કે જે વ્યક્તિ ભારતના સંરક્ષણ પ્રધાન અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, તેઓ આતંકવાદ સંબંધિત મુદ્દાઓ પર આટલું સામાન્ય વલણ ધરાવે છે તે ખેદજનક છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે, સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા ઠ (પહેલા ટિ્વટ ) પર લખ્યું છે કે – જ્યારે શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા આવું કરે છે ત્યારે તે ખૂબ જ હેરાન કરે છે.
ઈઝરાયેલમાં થયેલા હિંચકારા આતંકવાદી હુમલા પર ભારતના વલણ પર તેઓ વાહિયાત નિવેદનો આપે છે. વિશ્વના કોઈપણ ભાગમાં આતંકવાદના તમામ સ્વરૂપોને વખોડવો જાેઈએ.. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે, ટિ્વટર ઉપર એમ પણ લખ્યું છે કે – પવારજી એ જ સરકારનો ભાગ હતા જેમણે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર મગરના આંસુ વહાવ્યા હતા અને ભારતની ધરતી પર આતંકવાદી હુમલા દરમિયાન સરકારની સાથે ઊંઘતા રહ્યા હતા. આ સડેલી માનસિકતા હવે તો બંધ થવી જાેઈએ. હું આશા રાખું છું કે પવારજી ઓછામાં ઓછા પહેલા રાષ્ટ્ર વિશે પહેલા વિચારશે. એનસીપીના વડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને લઈને તાજેતરમાં જ મુંબઈમાં પોતાનું નિવેદન આપ્યું હતું. પેલેસ્ટાઈનનું સમર્થન કરતાં તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ વિશ્વ શાંતિ માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે ત્યાંની જમીન અને મકાનો જે એક સમયે પેલેસ્ટાઈનના હતા તે ઈઝરાયેલ દ્વારા કબજે કરવામાં આવ્યા હતા. શરદ પવારે અટલબિહારી વાજપેયીનો હવાલો આપીને કહ્યું કે, ભારતના વડાપ્રધાને પણ પેલેસ્ટાઈનને સમર્થન આપવું જાેઈએ. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે દેશના પૂર્વ વડાપ્રધાનો, પં. નેહરુથી લઈને ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયીએ પણ પેલેસ્ટાઈનને સમર્થન આપવાની વાત કરી હતી. પરંતુ વર્તમાન સરકારે ઈઝરાયેલને સમર્થન આપ્યું છે.
Recent Comments