રાષ્ટ્રીય

શરીફે મહિલા પાસેથી છત્રી લીધી, તેને વરસાદમાં એકલી છોડી દીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પણ હાલમાં વિદેશ પ્રવાસ પર છે. પાકિસ્તાનના પીએમ શરીફ ફ્રાંસની મુલાકાતે છે અને અહીં તેઓ પેરિસમાં બે દિવસીય ન્યૂ ગ્લોબલ ફાઇનાન્સિંગ પેક્ટ સમિટમાં ભાગ લેવા ગુરુવારે રાજધાની પેરિસ પહોંચ્યા હતા. જાેકે, તેમના આગમન બાદ પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા સ્વાગત સંબંધિત એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો છે. વીડિયોમાં પીએમ શહેબાઝ શરીફ સમિટમાં ભાગ લેવા માટે પેલેસ બ્રોગ્નિઆર્ટ પહોંચતા જાેવા મળે છે.

પરંતુ જ્યારે પીએમ શરીફ કારમાંથી નીચે ઉતર્યા ત્યારે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. પીએમ માટે એક મહિલા પ્રોટોકોલ ઓફિસર કારની બહાર છત્રી લઈને ઉભી છે. વીડિયોમાં એવું પણ જાેવા મળે છે કે પીએમ શહેબાઝ શરીફ છત્રી લેતા પહેલા મહિલા અધિકારીને કંઈક કહેતા જાેવા મળી રહ્યા છે. આ પછી તે મહિલા પાસેથી છત્રી લે છે અને પોતે છત્રી પકડીને આગળ વધે છે. જ્યારે તે મહિલા વરસાદમાં ભીંજાઈને તેની પાછળ આવવા લાગી. જાે કે પીએમ શરીફના આ વર્તનને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ હતી. કેટલાક લોકોએ તેને “સારી ચેષ્ટા” તરીકે ગણાવી હતી જ્યારે કેટલાક માને છે કે તેનું વર્તન “નિરાશાજનક” હતું. પીએમના વખાણ કરતા ટિ્‌વટર પર એક યુઝરે કહ્યું કે વડાપ્રધાન શાહબાઝ શરીફ તેમની સાદગી માટે પ્રખ્યાત છે.

સાદગીનું બીજું ઉદાહરણ રજૂ કરતાં પોતે છત્રી પકડી. હવે આ વીડિયો વાયરલ થયો છે. જાે કે, અન્ય યુઝરને પીએમનું આ વર્તન પસંદ ન આવ્યું. સૈથ અબ્દુલ્લાએ નિરાશા દર્શાવતા કહ્યું કે પીએમ મહિલાને વરસાદમાં કેમ છોડીને ગયા? શાહબાઝ શરીફ, આ બહુ શરમજનક બાબત છે. દોસ્ત, તેણે કયું કાર્ટૂન પીએમ બનાવ્યું છે? તે જ સમયે, અન્ય એક યુઝર શહરયાર એજાઝે પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે તેણે મહિલાને વરસાદમાં એકલી છોડી દીધી હતી. પાકિસ્તાન માટે આ ખૂબ જ શરમજનક બાબત છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ ગુરુવારથી શરૂ થયેલી બે દિવસીય સમિટમાં ભાગ લેવા પેરિસ પહોંચ્યા છે.

Follow Me:

Related Posts