શરીરની સ્નાનથી, ધનની દાનથી, જીવની સંસ્કારથી અને મનની શુદ્ધિ ધ્યાનથી થાય છે : પૂ.સીતારામ બાપુ

સિહોર તાલુકાના દેવગાણા ખાતે ગોપાલ આશ્રમ ખાતે ચાલી રહેલી ભાગવત કથામાં પૂ. સીતારામ બાપુએ કૃષ્ણ ભગવાનની લીલાઓ વર્ણવતાં જણાવ્યું હતું કે “વાસનાના વિષમાંથી છૂટ઼્વું હોય તો ઈન્દ્રિયોને વિષ્ણુ એટલે કૃષ્ણભક્તિમાં જોડવી જોઈએ.”
આજની કથામાં નારીથી પૂ.માધવ શરણદાસ બાપૂએ પધારી આશિષ આપેલ. ગણેશ આશ્રમ અગીયાળીથી પૂ હંસાબેન પધારેલ.મોટા ગોપનાથ બૃહ્મચારી જગ્યાના સેવાર્થિઓએ પધારી ગોપાલ આશ્રમના પૂ કૃષ્ણદાસ બાપૂનું આદર વંદન કરેલ.
સેવામાં આજે પૂજ્ય પુરુષોતમ બાપૂના રબારીકા ગામના સેવકોએ જોડાઇ ગુરૂભક્તિ અર્પણ કરી હતી.
Recent Comments