રાષ્ટ્રીય

શરીરને સ્વસ્થ રાખવા માટે 100થી ઓછી કેલરીવાળા ફુડને સામેલ કરો ડાયેટ ચાટમાં….

શરીરને સ્વસ્થ રાખવા માટે 100થી ઓછી કેલરીવાળા ફુડને સામેલ કરો ડાયેટ ચાટમાં….

શરીરમાં પુરતા પ્રમાણમાં કેલરીનું બેલેન્સ બને તો શરીર સ્વસ્થ રહે છે. પણ જરૂર કરતા વધુ કેલેરી પણ નુકસાન કરે છે. કેલેરીના માત્રા આપણા  આહાર પર આધાર રાખે છે. ત્યારે આવો જાણીએ 100થી ઓછી કેલેરીવાળો ખોરાક છે. જે આપણે લેવો જોઈએ…

કાકડી
શરીરમાં પાણીની કમી દૂર કરવા અને તેને હાઇડ્રેટેડ રાખવામાં કારગર નીવડતા કાકડીમાં લગભગ 25 ગ્રામ કેલરી હોવાનું કહેવાય છે. સ્વસ્થ ત્વચા અને વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે.

બ્રોકલી
જ્યારે હેલ્ધી ફૂડની વાત આવે છે ત્યારે બ્રોકોલીને કેવી રીતે ભૂલી શકાય? મળતી માહિતી મુજબ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર એક કપ બ્રોકલીમાં લગભગ 55 ગ્રામ કેલરી હોય છે. તમે તેને સલાડ અથવા શાકભાજી તરીકે ખાઈ શકો છો.

સફરજન
એવું કહેવાય છે કે સફરજનમાં પણ ઓછી માત્રામાં કેલરી હોય છે. જિમ કે કસરત કરનારા લોકોએ દિવસમાં એકવાર આ ફળનું સેવન જરૂરથી કરવું જોઈએ. જાણકારોના મતે બાળકો માટે વૃદ્ધો માટે તે ફાયદાકારક છે.

કેપ્સિકમ
સ્વસ્થ રહેવામાં ફાયદાકારક માનવામાં આવતા કેપ્સિકમમાં 26 ગ્રામ કેલરી હોય છે. ડોકટરો અને નિષ્ણાતો પણ તેના સેવનની ભલામણ કરે છે. જો કે, તેને મર્યાદિત માત્રામાં પણ ખાવું જોઈએ.

સ્ટ્રોબેરી
તે સ્વસ્થ રહેવામાં પણ મદદરૂપ થાય છે. મળતી માહિતી મુજબ એક કપ સ્ટ્રોબેરીમાં લગભગ 54 કેલરી હોય છે. ખાસ વાત એ છે કે, સ્વાદિષ્ટ હોવાને કારણે બાળકો પણ તેને ખાવાનું પસંદ કરે છે.

Related Posts