fbpx
રાષ્ટ્રીય

શરીર માટે ઝેર સમાન છે ધુમ્રપાન, આ ઉપાયો અજમાવશો તો છૂટી જશે સ્મોકિંગની લત

દર વર્ષે માર્ચના બીજા બુધવારે ‘No Smoking Day’ એટલે કે ધુમ્રપાન નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વખતે આ દિવસ 9 માર્ચના રોજ છે. આને મનાવવાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે દુનિયાભરના લોકો ધુમ્રપાન ના કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવે છે. તમાકું અને સિગારેટ એક હાનિકારક પદાર્થ છે. આનાથી શરીર કમજોર પડે છે. શરીર નબળુ પડવાને કારણે બીજી અનેક સમસ્યાઓ પણ શરીરમાં પેદા થાય છે. તો જાણી લો તમે પણ ધુમ્રપાન કરવાથી શરીરમાં થતા આ નુકસાન વિશે…

ધ્રુમપાન કરવાના નુકસાન

  • શરીરમાં નબળાઇ આવે છે.
  • સિગારેટના ધુમાડાથી ફેફસાંને નુકસાન પહોંચે છે. જેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીની ઝપેટમાં તમે જલદી આવી શકો છો.
  • વધારે પ્રમાણમાં તંમાકુ અને સિગારેટ પીવાથી હાર્ટને લગતી બીમારીઓ થાય છે.

આ રીતે છોડો સિગારેટ અને તમાકુની લત

વ્યવહારમાં બદલાવ કરો

જો તમે સિગારેટની લત છોડવા ઇચ્છો છો તો સૌથી પહેલા તમારા સ્વભાવમાં બદલાવ લાવો. આ માટે તમે મનોબળની મક્કમ થાવો કે તમારે સિગારેટની લત છોડવી જ જોઇએ.

ઘીરે-ધીરે સિગારેટ પીવાનું ઓછુ કરો

એક વાર કોઇ પણ વસ્તુની લત લાગી જાય તો એને છોડવી ખૂબ મુશ્કેલ હોય છે. જો તમે સિગારેટની લત ઓછી કરવા માંગો છો તો તમે શરૂઆતના સ્ટેજમાં સિગારેટ પીવાની ધીરે-ધીરે ઓછી કરો. એકદમ બંધ કરવી તમને અઘરી પડશે.  આ માટે તમે ધીરે-ધીરે ઓછી કરીને બંધ કરો.

કોઇ પણ કામમાં વ્યસ્ત રહો

જ્યારે પણ તમને સિગારેટ પીવાનું મન થાય ત્યારે કોઇ પણ કામ એવું હાથમાં લઇ લો જેનાથી તમને સિગારેટ પીવાની ઇચ્છા ના થાય. જો તમારું ધ્યાન બીજે હશે તો તમે આ લતમાંથી જલદી છૂટી શકશો.    

Follow Me:

Related Posts