fbpx
રાષ્ટ્રીય

શર્મનાક!! રાજસ્થાનમાં ૧૮ વર્ષની યુવતી પર ૩ નરાધમોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

રાજસ્થાનના ચુરુ એક શર્મનાયક અને આઘાતજનક ઘટના બની હતી, જેમાં ૧૮ વર્ષની યુવતી સાથે ત્રણ નરાધમ છોકરાઓએ તેનું અપહરણ કર્યું અને બળજબરીથી હોટલમાં લઈ ગયા બાદ ત્યાં તેઓએ તેણીને કલાકો સુધી ત્રાસ આપ્યો, તેણીનો વીડિયો બનાવ્યો અને બાદમાં તેણીને ઝેર પીવા દબાણ કર્યું. જે બાદ તેને બેભાન અવસ્થામાં ર્નિજન સ્થળે ફેંકી દેવામાં આવી. અજાણી વ્યક્તિએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. ત્યાં તેણે પોલીસ અને પરિવારને તેની સાથે થયેલી ક્રૂરતા વિશે જાણ કરી અને પછી તેણે પોતાનો જીવ ગુમાવ્યો. બનાવ અંગે સરદારનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

મીડિયા સૂત્રોના રિપોર્ટ આધારે પોલીસે જણાવ્યું હતું કે છોકરીના કાકાએ કેસ નોંધ્યો છે. યુવતી બી.એડનો અભ્યાસ કરતી હતી, તે તારાનગર વિસ્તારમાંથી કોલેજ ભણવા જતી હતી. ૩૦ એપ્રિલે જ્યારે તે ઘરેથી નીકળ્યળી બાદ પાછી આવી ન હતી. તે પછી રાત્રે તે હોસ્પિટલમાં દાખલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીના કાકાએ જણાવ્યું હતું કે મહેશ કુમાર નામનો એક વ્યક્તિ યુવતીને તેના બે મિત્રો સાથે બળજબરીથી લઈ ગયો. તેઓ તેને રતનગઢ રોડ પરની એક હોટલમાં લઈ ગયા અને તેની સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું. તે પછી તેને કંઈક પીવા માટે આપવામાં આવ્યું, જે ઝેર હતું.
યુવતીને પહેલા સરદાર શહેર વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાંથી તેને બીકાનેર જિલ્લામાં રીફર કરવામાં યકતા યુવતીને બીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે લાશ પરિવારને સોંપી દીધી છે. આ ઘટના અંગે હવે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓને શોધી રહી છે.

Follow Me:

Related Posts