શર્લિન ચોપરા રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે
શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર બળજબરીથી ઘરમાં ઘૂસીને કિસ કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.તેમણે કહ્યું કે, રાજ એકવાર તેના ઘરમાં ઘૂસી ગયો અને શર્લિન સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. પોર્ન રેકેટ કેસમાં પોલીસે રાજ કુન્દ્રા ને મુખ્ય આરોપી બનાવ્યો છે.
તેમના પર આરોપ છે કે તેઓ તેમના સાથીઓની મદદથી પોર્ન ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમનું કન્ટેન્ટ જુદી જુદી કંપનીઓ બનાવી રહ્યા છે અને તેમાંથી મોટી રકમ કમાઈ રહ્યા છે. જાેકે, શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સ્પષ્ટપણે નકારી કા્ઢયું હતું કે, તેમને રાજ કુન્દ્રા ના ગોરખધંધા વિશે કોઈ જાણકારી નથી.શર્લિન ચોપરાનું કહેવું છે કે રાજ કુંદ્રાએ હજુ સુધી તેના કામ માટે પૈસા આપ્યા નથી, આ સંબંધમાં તે રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસ માં એફઆઈઆર નોંધાવવા માંગે છે. રાજ કુન્દ્રા લાંબા સમયથી પોર્ન ફિલ્મો અને સામગ્રીના નિર્માણ માટે મુંબઈ પોલીસ ના નિશાના પર હતા.
પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તે હાલમાં તેના ઘરે છે અને કેસની સુનાવણીનો સામનો કરી રહ્યો છે. મોડલ્સની ફરિયાદ મળ્યા બાદ પોલીસે રાજ કુન્દ્રા સામે તપાસ શરૂ કરી હતી. શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા સામે જાતીય શોષણના આરોપો બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધાવી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં રાજ સામે કડક ફરિયાદ નોંધાવી છે. આ મામલાની તપાસ બાદ રાજ સામે કાર્યવાહી થઈ શકે છે.
Recent Comments