અમરેલી

શહીદો ના શહેનશાહ સિદ્ધાંતો ના સંવાહક હઝરત ઇમામ હુસેન ની યાદ માં કલાત્મક તાજીયા નું ઝુલુસ યા હુસેન ના નાદ મુખ્ય રાજ માર્ગો ઉપર ફર્યું

દામનગર શહેર માં સમસ્ત મુસ્લિમ સમાજ ના મોહરમ આશુરા પર્વ ની પુરા અદબ થી ઉજવણી કરબલા ના કર્મવિરો શહીદો ના શહેનશાહ શ્રેષ્ટ સિદ્ધાંતો ના સંવાહક અન્યાય અનિતી અત્યાચાર સામે જીવન ની અંતિમ પળ સુધી અણનમ રહેનાર સેનાની હઝરત ઇમામ હુસેન ની શહાદત ના અભૂતપૂર્વ સ્મરણ ને કલાત્મક તાજીયા દ્વારા યાદ કરી ઠેર ઠેર તાજીયા ટાઢા કરવા ની અદબ શ્રદ્ધા માનતા બાધા આખડી રાખતા શ્રધ્ધાળુ ભાવિકો દ્વારા શહીદો ની સ્મૃતિ માં આશુરા પર્વ એ કરબલા ના બલિદાની ઓને ૧૩૧૬ થી હિજરી ૬૧ થી મહોરમ ની ૧૦ તારીખ ઇરાક ના કુરાત નદી કાંઠે કરબલા ના મેદાન માં પવિત્રમ લોહી ની નદી થી આખેખાયેલ અજોડ અપ્રિતમ બલિદાન આપનાર શહાદતો ને પુરા પુરા અદબ થી યાદ કરી કલાત્મક તાજીયા ઝુલુસ દર્શનીય નજરા સાથે શહેર ભર ના રાજ માર્ગો ઉપર ફર્યું હતું ઠેર ઠેર ચોંકારો લેતા યુવાનો માટે સ્વંયમ સેવી સંસ્થા દ્વારા ચા શરબત ના સ્ટોલ સાથે રોડ રસ્તા ની બંને બાજુ કતાર બંધ દર્શનરથી ભાવિકો વચ્ચે થી યા હુસેન ના ગગન ભેદી નાદ સાથે ઝુલુસ નીકળ્યું હતું 

Related Posts