fbpx
ગુજરાત

શહેરના પૂર્વ વિસ્તારમાં હવાની ગુણવત્તા અતિગંભીર થતા યુથ કોંગ્રેસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેનો મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદમાં હવા સતત પ્રદૂષિત થઈ રહી છે. અમદાવાદ ગેસ ચેમ્બર બનવા તરફ આગળ વધી રહ્યું છે તેવી ચર્ચાએ જાેર પકડ્યું છે. વાયુ પ્રદૂષણના કારણે લોકો અસ્થમા જેવી ગંભીર બિમારીઓનો ભોગ બની રહ્યાં છે. પૂર્વ વિસ્તારના ઓઢવ, નરોડા, વટવા અને રામોલમાં એર ક્વાલિટી ઈન્ડેક્સ (છઊૈં) ૩૦૦ પાર જાય છે, જે અતિગંભીરની શ્રેણીમાં આવે છે. પૂર્વ વિસ્તારમાં વાયુ પ્રદૂષણ નાના મોટા ઔદ્યોગિક એકમો દ્વારા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ યુથ કોંગ્રેસે કર્યો છે. આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખી પ્રદૂષણ ફેલાવતા અટકાવવા માગ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વાયુ પ્રદૂષણની ખૂબ જ ગંભીર સમસ્યા બની રહી છે. અમદાવાદ પૂર્વમાં આવેલા ઔદ્યોગિક એકમો ખાસ કરીને ઓઢવ, નરોડા અને વટવા જીઆઈડીસી તેમજ આસપાસના અન્ય વિસ્તારોમાં આવેલા નાના મોટા ઔદ્યોગિક એકમો દ્વારા બેફામ રીતે પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનો યુથ કોંગ્રેસનો આક્ષેપ છે. જેને લઈને મુખ્યમંત્રીને પત્ર લખીને તે અટકાવવા માંગણી કરી છે. યુથ કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, પૂર્વ વિસ્તારમાં આવેલા એકમોના કારણે પ્રદૂષણ થાય છે જેના કારણે ઘણા લોકો ગંભીર બિમારીઓનો ભોગ બને છે. તેમજ અસ્થમાં અને અન્ય બિમારીઓથી પીડિત લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વાયુ પ્રદૂષણના કારણે હાર્ટ અટેકના કેસોમાં પણ વધારો થયો છે. ઘણા લોકો હાર્ટ એટેકનો ભોગ બની મૃત્યુ પણ પામે છે. જેથી વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ લાવવું જરૂરી છે અને બેફામ પ્રદૂષણ ફેલાવતા એકમો વિરુદ્ધ પગલા લેવા પણ અત્યંત જરૂરી છે. વાયુ પ્રદૂષણનું બીજું મુખ્ય કારણ બિસ્માર રોડ રસ્તા અને બાંધકામ એકમો પણ છે. જેના પર પણ પગલા લેવા અત્યંત આવશ્યક છે. છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદના પૂર્વ વિસ્તારનો મ્િીીર્ડદ્બીંીિ એપના માધ્યમથી છઊૈં (છૈિ ઊેટ્ઠઙ્મૈંઅ ૈંહઙ્ઘીટ) ચેક કરીએ છીએ, જે સરેરાશ ૩૦૦ અને તેનાથી વધુ હોય છે.

જે અતિગંભીર છે અને ખૂબ જ નુકસાનકારક છે. અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ ઓઢવ વિસ્તારમાં રાત્રિના સમયે છઊૈં ૩૪૨ અતિગંભીર સ્તરે હોય છે. તેમજ નરોડા, વટવા અને રામોલ વિસ્તારમાં પણ છઊૈં ૩૦૦ની આસપાસ હોય છે જે ખુબ જ ગંભીર છે. આ અંગે જલ્દીથી કાર્યવાહી કરી પ્રદૂષણ ફેલાવનાર જવાબદાર લોકો વિરુદ્ધ પગલા ભરવા વિનંતી કરવામાં આવી છે. જાે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો સ્વચ્છ હવા મેળવવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની યુથ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે.

Follow Me:

Related Posts