
પ્રદેશ મંત્રી કસવાલા , જીલ્લા પ્રમુખ વેકરીયા , શહેર પ્રમુખ જોષી , ચુંટણી ઈન્ચાર્જ સંઘાણી , સોઢા , અને શહેર ભાજપ હોદેદારો , આગેવાનો , કાર્યકરો અને શુભેચ્છકોની ઉપસ્થિતી ભાજપના તમામ ૪૪ ઉમેદવારો સહિત બહોળી સંખ્યામાં લોકો સંકલ્પ યાત્રામાં જોડાયા અમરેલી : અમરેલી શહેરમાં ચુંટણીનો રંગ આજે જાહેર પ્રચારના પડઘમના અંતે શહેર સંપૂર્ણપણે કેસરીયા રંગે રંગાયને ભાજપમય બની ભારતીય જનતા પાર્ટીની વિકાસ નિતીને સમર્થન આપવા અમરેલી શહેર ભાજપ દ્વારા યોજાયેલ વિજય સંકલ્પ યાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા . બપોરના ૦૨.૩૦ કલાકે જીલ્લા ભાજપ કાર્યાલયથી પ્રાંરભ થયેલ વિજય સંકલ્પ યાત્રામાં પ્રદેશ મંત્રી અને પ્રખર વકતા મહેશભાઈ કસવાલા , જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા , શહેર પ્રમુખ તુષાર જોષી , નગરપાલિકાના ચુંટણી ઈન્ચાર્જ યુવા અગ્રણી મુકેશ સંઘાણી , ભાવેશ સોઢા , શહેર ભાજપના હોદેદારો , તમામ વોર્ડના કાર્યકર્તાઓ , આગેવાનો અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા . આ વિજય સંકલ્પ યાત્રામાં અમરેલી શહેરના ૧૧ વોર્ડના ૪૪ ભાજપ ઉમેદવારો ઢોલ નગારા અને સાફા સાથે વિવિધ વિસ્તારોમાંથી જોડાયા હતા . આ તકે પ્રદેશ મંત્રી કસવાલા જણાવેલ કે ભારતીય જનતા પક્ષની જીતનું આ ટ્રેલર છે . સફળતા ભાજપનીજ છે . જીલ્લા પ્રમુખ વેકરીયાએ
Recent Comments