શહેરમાં ચાલતા પૈવિગ બ્લોક અંગેના ભષ્ટ્રચાર ઉજાગર કરતા સમગ્ર શહેરની જનતાને આ ભષ્ટ્રાચાર વિશે પ્રેસ મીડીયા, ઈલે.મીડીયા દ્વારા માહિતગાર થયા હોય : સેજલબેન રાઠોડ
અમરેલી નગરપાલિકા ની ભાજપ શાસિત બોડીનાં પ્રમુખ,કારોબારી ચેરમેન, બાંધકામ ચેરમેન અને દંડક દ્વારા ગઈકાલે અમરેલી એકસપ્રેસ માં અમે દ્વારા શહેરમાં ચાલતા પૈવિગ બ્લોક અંગેના ભષ્ટ્રચાર ઉજાગર કરતા સમગ્ર શહેરની જનતાને આ ભષ્ટ્રાચાર વિશે પ્રેસ મીડીયા, ઈલે.મીડીયા દ્વારા માહિતગાર થયા હોય અને તેથીજ આ ભષ્ટ્રાચારને છાવરવા અને પોતાની છબીને ઘસાતી અટકાવવા નગરપાલિકાના ઉપરોક્ત ચેરમેનો એ પ્રેસ મીડીયા ની મુલાકાત લઈ એવું જણાવ્યું કે આવો કોઈ પેવિગ બ્લોકમાં ભષ્ટ્રાચાર થયો નથી.
તો મારી ઉપરોકત તમામ ચેરમેનો અને ચીફઓફિસરશ્રી, બાંધકામ એન્જીનિયર, પ્રમુખશ્રીને વિંનતી છે કે તા . ૭- ૨ -૨૦૨૪ ના રોજ અમરેલી શહેરનાં જુદાજુદા સ્થળેથી બ્લોકના નમૂનાઓ લઈને તેનું લેબોરેટરી ટેસ્ટીંગ માટે ગેરી લેબ વડોદરા ખાતે મોકલવાનાં છે. જેનું પંચ રોજકામ કરવામાં આવેલ છે. જેમાં ચીફ ઓફિસર, બાંધકામ એન્જીનિયર, કોન્ટ્રાકટર, વેપારીઓ તથા અમારી સહી કરીને આ પેવિંગ બ્લોકને ગેરી લેબ વડોદરા ખાતે ટેસ્ટીંગ કરવાનું ઠેરાવ્યું છે. તો શા માટે આ ટેસ્ટીગ ગેરી લેબ વડોદરા ખાતે કરવામાં આવતું નથી? શા માટે પાલિકાના ચીફ ઓફિસર વડોદરા ગેરી લેબમાં ટેસ્ટીગ કરવાની ના પાડે છે? તેઓને કોનું દબાણ છે? અમારા જાણવા મુજબ આડકતરી રીતે સતાધારીઓના ચેરમેનો તથા પ્રમુખશ્રીની ભાગીદારી હોઈ શકે છે.
જો આ સતાધારી પક્ષ ભાજપે અમરેલી શહેરના પ્રજાના પૈસેથી અમરેલી શહેરનાં લોકોને સુવિધાઓ આપવામાં ભષ્ટ્રાચાર ના કરતી હોયતો વડોદરા ખાતે ગેરી લેબમાં ટેસ્ટીંગ કરાવે તો દુધનુ દુધ ને પાણીનું પાણી સાબિત થાય. જો તેમાં આ ટેસ્ટીગ રિપોર્ટમાં એવું સાબિત થાય કે નગરપાલિકાના કોન્ટ્રાકટરોએ પેવિંગ બ્લોક જે વા૫રયા છે. તે વ્યાજબી અને સારી ગુણવતાના અને સરકારના નિયમના ધારાધોરણ મુજબ બરાબર છે. જો આ પરિણામ આવે તો બાદમાં હું મારું રાજકારણ છોડી દેવા તૈયાર છું. જો ખરેખર આમા તમે પ્રમાણિક હોવ તો ચેલેન્જ સ્વીકારશો અને_ ગેરી લેબ વડોદરા ખાતે આ પ્રજાના પૈસા ના ગેરઉપયોગ અને કોન્ટ્રાકટરને ફાયદો કરાવતો શહેરનો ધગધગતો પ્રશ્નનું નિરાકરણ કરશો એવી મારી ચેલેન્જ છે.
Recent Comments