fbpx
અમરેલી

શહેર કોંગ્રેસ સંગઠનનું માળખુ નવુ બનાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડયાએ કવાયત હાથ ધરી

અમરેલી શહેર કોંગ્રેસ સમિતિનું સંગઠન ડીઝોલ્વ થયેલ હોય,
નવેસરથી સંગઠન સુદ્રઢ બનાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ પંડયાએ કવાયત હાથ ધરી છે. અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ તથા કોંગ્રેસના વિવિધ સેલ ફ્રન્ટલના હોદેદારોની નિમણુંક કરી શહેર એકે એક બુથ સુધીના કોંગ્રેસપક્ષમાં સક્રીય યોગદાન આપનારા અગ્રણીઓ અને કાર્યકરોને સંગઠન માળખા માં સમાવવા સંદીપભાઈ પંડયાએ અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ સમિતિમાં નિયુકત પદાધિકારીઓ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો, પૂર્વ જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગરપાલિકા પ્રમુખો, જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકાના પ્રમુખો, વર્તમાન અને પૂર્વ જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકાના સદસ્યો સંગઠનના વિવિધ હોદા પર કાર્ય કરી ચુકેલા પૂર્વ પદાધિકારીઓ અને જીલ્લાનાં કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો પાસેથી લેખિત અભિપ્રાય મેળવવા કાર્યવાહી શરૂ કરેલ છે.

નવા સંગઠનમાં યુવાનો, મહિલાઓ અને પક્ષના પાયાના
સનિષ્ઠ અગ્રણીઓને વિશેષ પ્રાધાન્ય આપી, વરિષ્ઠ અગ્રણીઓના સુચારૂ માર્ગદર્શન દવારા અમરેલી શહેરમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન સુદ્રઢ બનાવી હાલમાં ભાજપ સરકારની કિન્નાખોરી, મોંઘવારી, બેરોજગારી અને ક૬૩ઘઠસષિક્ષેત્રના પ્રશ્નોને ઉજાગર કરવા વિશેષ મહેનત કરવા આતુર કાર્યકર્તા ઓની ટીમ દવારા જન–જન સુધી કોંગ્રેસપક્ષની વિચારધારાનો વ્યાપ વધારવા સંદીપભાઈ પંડયાએ નિર્ધાર વ્યકત કરેલ છે અને જણાવેલ છે કે, કોંગ્રેસના તમામ અગ્રણીઓ અને કાર્યકરો ખંભેખંભા મિલાવી એકજુઠ થઇને ભાજપને હરાવવા અને
ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતી રીતિને પ્રજા સમક્ષ પહોંચાડવા સક્ષમ છે.

ઉપરોકત વિગતે શહેર કોંગ્રેસ સમિતિ અને સેલ ફ્રન્ટલમાં
સમાવેશ કરવા લાયક અગ્રણીઓ અને કાર્યકરોની યાદી ઉપર જણાવેલકોંગ્રેસના તમામ ચુંટાયેલા અગ્રણીઓ અને સંગઠનના અગ્રણીઓએદિન – ૧૦ માં સંદીપભાઈ પંડયા, પ્રમુખ અમરેલી શહેેર કોંગ્રેસ, હળ: ”પ્રમોદ”, સરકાર ચોક, ચકકરગઢ રોડ, અમરેલી મો.નં. ૯૯૭૮૯ ૬૬૬૦૭ ખાતે પહોંચાડવા સંદીપભાઈ પંડયાએ અપીલ કરેલ છે.

Follow Me:

Related Posts