શહેર ભાજપ દ્વાર સાવરકુંડલા શહેરમાં ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીના રોજ ગાઁવ ચલો અભિયાન યોજાશે
સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત કાર્યશાળા યોજાય આગામી ૧૦ અને ૧૧ ફેબ્રુઆરી રોજ શહેરના દરેક બુથ પ્રવાસી કાર્યકર્તાઓ જશે અને સરકારની સિદ્ધિઓ અંગે લોકોને માહિતગાર કરી આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરશે તારીખ ૩-૨-૨૪ના રોજ સાવરકુંડલા શહેર ખાતે શહેર ભાજપ કાર્યશાળા યોજાય જેમાં ઇન્ચાર્જ રવુભાઈ ખુમાણ , જિલ્લા અ.જા.મોરચાના પ્રમુખ કેશુભાઈ વાઘેલા ,શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, રાજેશભાઈ નાગ્રેચા ,નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, નગરપાલિકા કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, સાવરકુંડલા શહેરના સંયોજક ચંપૂભાઈ ધાધલ ,યુવા ભાજપ જિલ્લા મંત્રી મયુરભાઈ ખાચર, નગરપાલિકા વિવિધ ખાતાના ચેરમેન શ્રીઓ નગરપાલિકા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, યુવા ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા , ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, આપણા સૌના પ્રેરણાસ્ત્રોત શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન સન્માન મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આભાર વિધિ શહેર મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા દ્વારા ભારત માતાકી જય નારા સાથે કરવામાં આવી
Recent Comments