શાંતાબાં મેડીકલ કોલેજ ખાતે સીપીઆર ટ્રેનિંગનો પ્રારંભ કરાયો
રાજયમાં છેલ્લા કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહયા છે ત્યારે આવા વિકટ સમયે વ્યકિતને સીપીઆરની પ્રાથમિક સારવાર આપીને
વ્યકિતનો જિવ બચાવી શકાય તેવા હેતુ થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્રારા તા.ર એપ્રિલ ર૦ર૩ ના રોજ રાજયનાં તમામ જીલ્લાઓમાં ભારતીય
જનતા પાર્ટી નો દરેક કાર્યક્રમ આ સીપીઆર મારફતે પ્રાથમિક સારવાર આપી શકે તે માટે દરેક મેડીકલ કોલેજમાં સીપીઆરની પ્રાથમિક માહીતી માટે ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત અમરેલી જીલ્લા ભાજપ દ્રારા શાંતાબા મેડીકલ કોલેજ – અમરેલી ખાતે સીપીઆર ટ્રેનિંગ અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ.
શાંતાબા મેડીકલ કોલેજ અમરેલી ખાતે આ સીપીઆર ટ્રેનિંગ અભિયાન અંતર્ગત રાજયનાં નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરીયા, જીલ્લા ભાજપનાં મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસીયા, પીઠાભાઈ નકુમ,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જે વી કાકડીયા, જનકભાઈ તળાવીયા, પ્રદેશ કિસાન મોરચાનાં મહામંત્રી હીરેન હીરપરા, દેશ યુવા મોરચાનાં ઉપપ્રમુખ મનીષ સંઘાણી, જિ૬ત્સિલા યુવા મોરચાનાં પ્રભારી જય શાહ, જીલ્લા ભાજપ ડોકટર સેલનાં કન્વીનર ડો. પીયુષ ગોસાઈ, ડો.રામાણી, ડો.એસ.આર.દવે, ડો. નિતીન ત્રિવેદી, મેડીકલ કોલેજ કેમ્પસ ના ડીરેકટર ભરતભાઈ ધડુક, ચતુરભાઈ ખુંટ, જીલ્લા હોદેદરાશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જીલ્લા સેલ અને મોરચાનાં હોદેદારશ્રીઓ, મંડલ પ્રમુખશ્રીઓ, મહામંત્રશ્રીઓ તથા હોદેદારશ્રીઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાઓનાં સભ્યશ્રીઓ, આગેવાનો અને શુભેચ્છકશ્રીઓ, મેડીકલ કોલેજ સ્ટાફ ગણ, જીલ્લાનાં ડોકટરો અને જીલ્લાનાં સૌ કોઈ કાર્યકરતાઓએ આ અભિયાનનાં સહભાગી બન્યા હતા.
Recent Comments