અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં  બાય પોલર નામ ની માનસિક બિમારી ની સફળ સારવાર કરતા ડો.ભાવિન કદાવાલા

અમરેલીનું ૨૩ વર્ષીય દર્દી યશભાઈ જયસુખભાઈ કારેલીયા માનસીક રોગ બાય પોલર થી અસરગ્રસ્ત હતુ. ડો. ભાવિન ક્દાવાલાના જણાવ્યા મુજબ આ રોગ એક જટિલ પ્રકારનો રોગ છે જેમાં વધુ પડતું બોલ બોલ કરવું, ઉધ ના કરવી, ભાગ-ભાગ કરવું, મોટી-મોટી વાતો કરવી, પૈસા વધુ પ્રમાણમાં ખર્ચ કરવા વગેરે પ્રકારની માનસીક અસર થતી હોય જેના કારણે દર્દી માટે સામાન્ય જીવનમાં ધણી તકલીફો ઊભી થાય છે. પરંતુ ડો. ભાવિન અને તેમની ટીમ દ્રારા દર્દીને માનસીક વિભાગમાં દાખલ કરવામાં આવેલ હતુ અને ત્રણ જેટલી વાર તેમને ECT સારવાર એટલે કે શોક સારવાર આપી હતી. દર્દી પહેલાની જેમ સંપૂર્ણ સ્વાસ્થ થાતા દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ હતી.

ડો.ભાવિન ના જણાવ્યા મુજબ લોકોએ માનસીક સ્વાસ્થ્ય જણાવાઈ રહે તે માટે પુરતી ઉંધ કરવી, લીલા શાકભાજી, ફળો, કઠોળ પૂરતા પ્રમાણ માં લેવા, યોગ,ધ્યાન અને પ્રાથના માટે સમય ફાળવવો, સારા પુસ્તકો વાંચવા અને મધુર સંગીત સાંભળવું હિતાવહ છે આ ઉપરાંત લોકોએ રોજ બરોજની નેગેટીવ અને નિરાશાજનક ચર્ચાઓ તથા સોશીયલ મીડિયાથી દુર રહેવાની પણ તેમણે સલાહ આપી હતી.

દર્દી યશભાઈ કારેલીયાની સફળતા પૂર્વક સારવાર બદલ દર્દી તથા તેમના પિતાએ ડો. ભાવિન કદાવાલા, ડો. શાર્દુલ સોલંકી તથા ડો. ગૌરવ ફીણવીયા તથા શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે વિનામૂલ્યે મળેલી ઉતમ સારવાર બદલ ગજેરા ટ્રસ્ટ નો આભાર વ્યક્ત કર્યો હતો…  

Related Posts