શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે નર્સીગ સ્ટાફ દ્રારા કરાયું રક્તદાન
આજરોજ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના નર્સિંગ સ્ટાફ દ્રારા હોસ્પિટલની બ્લડબેંકમાં સ્વેચ્છીક રક્તદાન કરવામાં આવેલ હતું. સાથે સાથે હોસ્પિટલના તમામ નર્સિગ સ્ટાફ વતી મિલાપભાઈ મહેતા દ્રારા દર્દીને જરૂર પડ્યે સ્ટાફ રક્તદાન કરવા તત્પર રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવેલ હતી. નર્સીગ સ્ટાફ દ્રારા દર ત્રણ મહિને રક્તદાન કરવાના નિર્ણય બદલ ટ્રસ્ટ વતી ભરતભાઈ ધડુક અને દિનેશભાઈ કાપડિયા એ નર્સીગ સ્ટાફનો આભાર વ્યક્ત કરી તેમના આ નિર્ણયને આવકાર્યો હતો.
Recent Comments