શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન (HCF) હોસ્પિટલ અમદાવાદ દ્રારા કરવામાં આવ્યો કેમ્પ
શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ ના સંયુક્ત પ્રયાસથી નિ:શુલ્ક મેડિકલકેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં પોલીયો થી પીડાતા અને ફાટેલા હોઠ, તળવામાં કાણા, ચેહરામાં વિકૃતતા, જડબા આગળ પાછળ હોવું, જીભ ચોટેલ હોય, વાંકી ચુકી ખુંધ, અને જન્મ જાત હાથ ની કે પગની ખોડખાંપણ હોય કે પછી જન્મ જાત આંખના મોતિયા આવી તમામ પ્રકાર ની સારવાર અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ માં કરવામાં આવેલ હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે ડો. નીલેશ પટેલ (ક્રેનિઓફિઅલ સર્જન) અને ડો. મનીષા પટેલ (મેડીકલ ઓફિસર), ડો. ડેની મકવાણા (ઓ.ટી. ઇન્ચાર્જ), ડો. દર્શનાબેન ચૌહાણ (મેડીકલ ઓફિસર) તથા ચેતન્ય (પેશંટ કો.ઓર્ડોનેટર) અને શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ના મેનેજમેન્ટ વિભાગ ના ભરતભાઈ ધડુક અને દિનેશભાઈ કાપડિયા એ જેહમત ઉપાડેલ હતી.
Recent Comments