fbpx
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીમાં વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિતેક્લબફૂટ અવેરનેસ કેમ્પ યોજાયો.

આજરોજ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે વર્લ્ડ ક્લબફૂટ ડે નિમિતે ક્લબફૂટ શું છે. તેની સારવાર કેવી રીતે મળે તે બાબતે લોકોને માહિતગાર કરવા માટે નિષ્ણાંત ઓર્થોપેડિક ડો.પુનિત ટાંક, ડો.નિશાંત સુહાગિયા અને ડો.ભાર્ગવ પાઠક તથા કાઉન્સિલર વસંતબેન દ્વારા ક્લબફૂટ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. ક્લબફૂટ એટલે નવજાત બાળક ના પગનું વાંકાપણું થાય જો ક્લબફૂટ સાથે જન્મેલ બાળક નો યોગ્ય સમયે ઈલાજ કરવામાં ન આવે તો તે કાયમી અપંગ થઈશકે છે. સમયસર ઈલાજ કરવાથી આવા બાળકો નોર્મલ થઈ શકે છે. શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ધણા બાળકો ઓપરેશન વગર ક્લબફૂટ એટલે કે વાંકાપગની સારવાર નિષ્ણાંત ડોકટરોની નિશ્રામાં લઈ રહેલ છે. સેમિનાર માં ડો.પુનિત ટાંક ના જણાવ્યા મુજબ ક્લબફૂટ ના ઈલાજ માટે બાળક ના પગ પર પ્લાસ્ટર લગાવવામાં આવે છે. જે નોર્મલી ૬ થી ૮ આઠવાડીયા સુધી જરૂર મુજબ રહે છે. ત્યારબાદ ડોકટરની સલાહ મુજબ ખાસ પ્રકાર ના બુટ પણ પહેરાવવામાં આવે છે. શાંતાબા જનરલ હોસ્પિટલ,અમરેલી ખાતે ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા તથા ડીરેક્ટર ડો.એકતાબેન ગજેરા ની નિશ્રામાં ક્લબફૂટ ની બિમારી વિરૂધ્ધ ચાલતા આ સેવાયજ્ઞ માં વઘુ ને વધુ નવજાત બાળકો ને સારવાર મળી રહે તે માટે ડોક્ટર ટીમ તથા મેનેજમેન્ટ વતી ભરતભાઈ ધડુક અને દિનેશભાઈ કાપડિયા એ લોકોને આ સેવાયજ્ઞમાં સહભાગી થવા અનુરોઘ કરેલ છ

Follow Me:

Related Posts