અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં ૨૩ વર્ષીય ધનુરના દર્દી નો MD ડોક્ટર.પ્રદીપ બારૈયા દ્રારા આબાદ બચાવ.

બગસરા ખાતે ખીજડિયા ગામના ૨૩ વર્ષીય યુવાન દીપક રમેશભાઈ મેડાને થોડા સમય પહેલા પતરાની પ્લેટ વાગી ગયેલ હતી. પરંતુ તેમણે ધનુરનું ઇન્જેક્શન લીધેલ ન હોવાથી તેમને અચાનક આંચકી આવવા લાગી હતી અને શરીર લાકડા જેમ કડક થઈ જવું અને શ્વાસમાં તકલીફ થવી જેવી સમસ્યા થતા ખુબજ ગંભીર પરીસ્થિતિમાં તેમને તા.૧૭/૦૮/૨૦૨૩ ના રોજ શાંતાબા  જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ચોવીસ કલાક કાર્યરત ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવેલા હતા. જ્યાં MD. ડોકટર પ્રદીપ બારૈયા દ્રારા તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવેલ હતી. તેમની ગંભીર પરીસ્થિતિ મુજબ સારવારના ભાગ રૂપે શ્વાસની તકલીફ, સ્નાયુમાં ખેચ  હોવાથી  ગળામાં નળી નાખવામાં આવેલ હતી. અને જરૂર જણાતા દર્દીને પ્રકાશ ન આવે તેવા અંધારા  રૂમમાં(Dark Room) રાખવામાં આવેલ  હતા. તથા તેમને અન્ય કોઈ ઇન્ફેકશન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવેલ હતી.  ડો.બારૈયા દ્રારા સતત ૨૧- દિવસ સુધી યોગ્ય સારવાર મળતા દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી.

        પોતાના યુવાન પુત્રને  નવજીવન મળતા દર્દીના પિતા  રમેશભાઈ તથા તેમના સબંધીઓ એ ડોક્ટર પ્રદીપ બારૈયા તથા સ્ટાફનો  ધન્યવાદ વ્યક્ત કર્યો હતો. તથા ગજેરા ટ્રસ્ટ દ્રારા વિનામૂલ્યે ઉતમપ્રકારની યોગ્ય સારવાર મળવા બદલ ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો….                 

Related Posts