fbpx
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી માં ૧૮ વર્ષીય યુવાન દર્દીની ૨૬ દિવસની સારવાર બાદ આબાદ બચાવ…

શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતેથી મળેલ માહિતી મુજબ સાવરકુંડલા તાલુકા ના અમૃતવેલ ગામના ૧૮ વર્ષીય યુવક હરિભાઈ રાજુભાઈ વેકરિયા થી ભૂલથી ઝેરી પદાર્થ પીવાઈ જતા તાત્કાલિક મહુવા ખાતે અને ત્યારબાદ જરૂરી સારવાર અર્થે પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દર્દીના પિતા દ્રારા જણાવ્યા મુજબ પ્રાઈવેટ હોસ્પિટલમાં તબીયતમાં કોઈ સુધારો ન થતા અને દર્દીની હાલત ગંભીર થતા દર્દીને શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી ખાતે લાવવામાં આવેલ હતું. ઈમરજન્સી સારવાર વિભાગ ના ડો.કેવલ આદ્રેજા દ્રારા દર્દીને તાત્કાલિક આઈ.સી.યુ.માં દાખલ કરેલ અને જ્યાં દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ હતા. મેડિસીન વિભાગના ફીજીશીયન ડો.વિજય વાળા દ્રારા સારવાર મળતા ચાર દિવસ બાદ દર્દી કોમામાંથી બહાર આવેલ હતું.

          દર્દીના પિતા રાજુભાઈ વેકરિયા દ્રારા જણાવ્યા મુજબ પ્રાઈવેટ હોસ્પિટલમાં થનાર છ લાખ રૂપિયા જેટલા માતબર ખર્ચની સામે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે વિના મુલ્યે તેમના પુત્રની યોગ્ય સારવાર ડો. વિજય વાળા, ડો.દિવ્યા ગુરવ, ડો.નીરજ ઠકકર, ડો.સુરજ સાવલિયા તથા આઈ.સી.યુ. સ્ટાફ દ્રારા કરવામાં આવતા તેમના પુત્ર માટે ડોક્ટરની ટીમ તથા હોસ્પિટલ આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.

          ૨૬ દિવસની સતત સારવાર બાદ દર્દીનો આબાદ બચાવ થતા દર્દી તથા તેમના સબંધીઓએ હોસ્પિટલ મેનેજમેન્ટ ટીમ, ડોક્ટર ટીમ, આઈ.સી.યુ.ટીમ અને હોસ્પિટલના ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરા પ્રત્યે પોતાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. અને હોસ્પિટલ ના ચેરમેનશ્રી એ તમામ સ્ટાફને સારવારનું ઉતમ ઉદાહરણ પૂરુ પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  

Follow Me:

Related Posts