fbpx
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ચામડીના કેન્સર નું કરાયું સફળ ઓપરેશન ..  

અમરેલી જીલ્લાના નાના માચીયાળા ગામના ૭૦ વર્ષીય દર્દી મંજુલાબેન બાલુભાઈ નાકરાણી નાકની બાજુમાં ચહેરા પરના મસાની તકલીફ માટે સારવાર લેવા આવ્યા હતા. સારવાર દરમ્યાન ડોક્ટર દ્રારા મસાનો બાયોપ્સી રિપોર્ટ કરાવતા તેમાં ચામડીનું કેન્સર હોવાનું  જણાયું હતુ. અત્યાર સુધી આ પ્રકારના કેન્સરની જટિલ સર્જરી માટે લોકોને અમદાવાદ સુધી સારવાર લેવા જવું પડતું હતું. પરંતુ આ કિસ્સામાં શાંતાબા મેડીકલ કોલેજના ડીન અને ENT સર્જન એવા નિષ્ણાંત ડો.વિકાસ સિન્હા દ્રારા શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જ આ સર્જરી કરવામાં આવી હતી. જેમાં કેન્સર યુક્ત મસાને દુર કરી ફ્લેપ  રીકન્સટ્રકશન  એટલે કે પ્લાસ્ટીક સર્જરી કરવામાં આવી હતી. અ સમગ્ર ઓપરેશનમાં ડો.વિકાસ સિન્હા અને તેમની ટીમના ENT સર્જન ડો.સંજય ટોટા તથા એનેસ્થેસીયા  વિભાગના પ્રોફેસર ડો.રવિ પરમાર અને ડો.કિશન નો પણ મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

ગજેરા ટ્રસ્ટ દ્રારા હોસ્પિટલ સંભાળ્યાબાદ અમરેલી જીલ્લા તથા આસપાસ જરૂરિયાતમંદ દર્દીઓને બહોળા પ્રમાણમાં વિનામૂલ્યે સારવારનો લાભ મળી રહેલ છે. ગજેરા ટ્રસ્ટના ચેરમેન શ્રી વસંતભાઈ ગજેરા એ પોતાના વિનામૂલ્યે લોકોને ઉતમક્ક્ષાની સારવાર મળી રહે તેવા સમાજ સેવાના સ્વપ્નને સાકાર કરવા બદલ ડીન શ્રી વિકાસ સિન્હા અને તેમની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts