અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કોમર્સ કોલેજ, આર્ટસ કોલેજ, સાયન્સ કોલેજ, મહિલા કોલેજ, બી.સી.એ. કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, એમ.બી.એ. કોલેજ અને નર્સિંગ કોલેજ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. કુલ મળીને ૧૦૦ ઉપરાંત વિદ્યાર્થી ભાઈ-બહેનોએ રક્તદાન કર્યું હતું. આ તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અમરેલી જિલ્લા વિદ્યાસભાના મંત્રી શ્રીમનસુખભાઈ ધાનાણી અને શ્રીચતુરભાઈ ખુટે શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ કેમ્પસ ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલે પણ આ શિબિરની મુલાકાત લીધી હતી. કોલેજોના પ્રિન્સિપાલ પ્રિ. ડો. એ. એચ. પટેલ, પ્રિ. ડો. એમ. એમ. પટેલ, પ્રિ. ડો. બી.આર. ચુડાસમા, પ્રિ. અભિષેકભાઈ જોશી, પ્રિ. જીગ્નેશભાઈ વેકરીયા તેમજ કેમ્પસ ડાયરેક્ટર કાર્તિકભાઈ રામાણી, વિદ્યાસભા સ્કૂલ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, લાઇબ્રેરીયન શ્રી પિયુષભાઈ સિધ્ધપુરા વગેરેએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદ્યાર્થી-ભાઈ બહેનોને પ્રોત્સાહિત કરવા તમામ કોલેજના પ્રાધ્યાપકશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પના આયોજનમાં કેમ્પસમાં આવેલી તમામ કોલેજોના એન.સી.સી. ઓફિસર્સ તથા એન.એસ.એસ. ઓફિસર્સ વગેરેએ સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી. એન.સી.સી. અને એન.એસ.એસ.ના સ્વયંસેવક ભાઈઓ-બહેનોએ સુંદર કામગીરી નિભાવી હતી. કેમ્પનું આયોજન કોમર્સ કોલેજ અમરેલીના લાઈબ્રેરી હોલમાં કરવામાં આવ્યું હતું. કેમ્પનું સંચાલન પ્રા. જે. એમ. તળાવિયા અને પ્રા. ડો. એ. બી. ગોરવાડીયાએ કર્યું હતું. કેમ્પ દરમિયાન શાન્તાબા મેડિકલ કોલેજના શ્રી દેવેન્દ્રભાઈ ભૂત અને તેમની ટીમે સુંદર કામગીરી બજાવી હતી.
શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના સહયોગથી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કોલેજો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

Recent Comments