શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલની અનેરી મુલાકાત લેતા મેનેજીંગ ડીરેકટર ડૉ.એકતાબેન ગજેરા. દર્દીઓને સહાનુભૂતી સાથેની આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરવા માર્ગદર્શન પુરુ પાડ્યું.
શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીટલ અમરેલીના મેનેજીંગ ડીરેક્ટર ડૉ. એકતાબેન ગજેરા દવારા હોસ્પીટલની અધતન સુવિધાઓ એવમ આરોગ્યલક્ષી સેવાઓ જરૂરીયાતમંદ દર્દીઓને વધુમાં વધુ ઉપલબ્ધ બને તે અન્વયે શ્રી વસંતભાઈ ગજેરાનાં સેવા યજ્ઞને ચરિતાર્થ કરવા માર્ગદર્શન અને સૂચનો આપી જીલ્લાનાં મહત્તમ દર્દીઓને આરોગ્યલક્ષી સેવા સાથેની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું તેમની મુલાકાત દરમ્યાન શ્રી ચતુરભાઈ ખૂંટ શ્રી ભરતભાઈ ધડૂક શ્રી દિનેશભાઈ કાપડીયા અને શ્રી અતુલભાઈ પડસાલા ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments