fbpx
અમરેલી

શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પીલ,અમરેલીની અનેરી મુલાકાતે કેબીનેટ મીનીસ્ટર પરશોત રૂપાલા

માન.કેબીનેટ મીનીસ્ટર શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબે ઐતિહાસિક મુલાકાત લઇ શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનાં પ્રણેતા શ્રી વસંતભાઈ ગજેરાનાં સેવાન્વીત કાર્યોને બિરદાવ્યા.જરૂરીયાતમંદ દર્દીઓની અવિરત આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડતી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી જિલ્લાના લોકો માટે આર્શિવાદ સ્વરૂપી લેખાશે. જનરલ હોસ્પટલનાં વિવિધ વોર્ડસની મુલાકાત લઈ ડોક્ટર્સ તથા સ્ટાફની સહાનુભૂતિ ભર્યા વ્યવહારથી પ્રભાવી બન્યા હતા. શ્રી વસંતભાઈ ગજેરાની નિશ્રા એવમ માર્ગદર્શન  તળે કાર્યાન્વીત જનરલ હોસ્પીટલ, જિલ્લાનાં લોકોમાં આરોગ્યલક્ષી સેવામાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા પાઠવતા યાદગાર ક્ષણોનો અનેરો આનંદ વ્યકત કર્યો હતો. ભરતભાઈ ઘડૂક,દિનેશભાઈ કાપડીયા તથા જીતુ ભાઈ ડેર ની વિશેષ ઉપસ્થિતિ દવારા અનેરી મુલાકાતને ઐતિહાસિકતા પ્રદાન થઈ હતી. આ અવસરે મને પણ ઉપસ્થિતિ રહેવાની તક મળી

Follow Me:

Related Posts