શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ઝેરી સર્પ દંખની ગંભીર પરિસ્થીતિમાં દર્દીનો આબાદ બચાવ કરતા ડૉ. પ્રદિ૫ બારૈયા
જેસીંગપરા અમરેલીનાં ખેડૂત શ્રી બટુકભાઈ બોરડની જમીન વાવતા પરિવારનાં સદસ્યશ્રી શિલ્પાબેનને વરૂડી ખાતેની વાડીમાં ઝેરી સાપે ડંખ મારતા ગંભીર પરિસ્થિતમાં શાંતાબા જનરલ હોસ્પીટલ અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા ત્યારે તે બેભાન અવસ્થામાં હતા. તેમને સારવાર દરમિયાન ૩ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. એમ.ડી. ફીઝીશીયન ડૉ. પ્રદિપ બારૈયા, અનેસ્થેટીક ડો. જગદીશ મેર અને નર્સીંગ સ્ટાફની અપ્રતિમ સેવાની ફલશૃતિ સ્વરૂપે દર્દીને નવું જીવતદાન મળ્યું શ્રી બટુકભાઈ બોરડ દ્વારા શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનાં પ્રણેતા શ્રી વસંતભાઈ ગજેરા,ડો. પ્રદીપ બારૈયા, ડો. જગદીશ મેર અને જનરલ હોસ્પિટલનાં નર્સિંગ સ્ટાફનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
Recent Comments